ખાસ-ખબર સંવાદદાતા
માણાવદર ખાતે ઇન્ટરનેશનલ યર ઓફ ધ મીલેટ 2023 મીલેટ ડેવલોપમેન્ટ યોજના અંતર્ગત તાલુકા કક્ષાના મેળો જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ હરેશભાઈ ઠુમરે જણાવ્યું હતું કે દરેકના દરેક ખેડૂતોના ઘરમાં એક ગાય ફરજિયાત હોવી જોઈએ જેથી આપણા ઘરમાં દૂધ, છાશ અને ઘી મળી શકે. ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખેડૂતોને આવક બમણી થાય માટે ખેડૂતો મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આપણે ઓર્ગેનિક ખેતી તરફ ફરીએ તે દિશામાં ખેતી કરવી જોઈએ તેવી પણ વાત કરી હતી. આ તકે જુનાગઢ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન કંચનબેન ડઢાણીયા અને માણાવદરના અગ્રણી એવા હરસુખભાઈ ગરાળાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ તકે એન.બી.ચૌહાણ – મદદનીશ ખેતી નિયામક, રાજેશ ચૌહાણ – બાગાયત અધિકારીએ ખેડૂતોને કઈ રીતે ખેતી કરવી તે અંગેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.