સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ ભીમાણીની અધ્યક્ષતામાં સિન્ડિકેટની બેઠક મળી
ભવનોમાં દર બે વર્ષે ભવનના વડા બદલી દેવામાં આવશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
નવી એજ્યુકેશન પોલિસી અંતર્ગત શિક્ષણ આ વર્ષથી કેટલાક સુધારા અમલી બનશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિની અધ્યક્ષતામાં સિન્ડિકેટની બેઠક મળી હતી જેમાં જુદા જુદા મુદ્દાઓની ચર્ચા વિચારણા કર્યા બાદ નિર્ણય લેવાયા હતા. આ બેઠકમાં મહત્ત્વની બાબત ગઅઅઈ (નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ)માં જે ખાનગી કોલેજ પોતાનું મૂલ્યાંકન કરાવશે તે કોલેજને જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાયમી જોડાણ આપશે તેવો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાર્યરત તમામ ભવનમાં એક જ વ્યક્તિ લાંબો સમય સુધી ઇંઘઉ તરીકે નહીં રહી શકે પરંતુ હવે દર બે વર્ષે હેડશિપ બદલશે. ભવનોમાં હવે દર બે વર્ષે ભવનના વડા બદલી દેવામાં આવશે. આ ઉપરાંત એકેડેમિક સ્ટાફ કોલેજના ડાયરેક્ટર પણ કોઈ એક જ વ્યક્તિ નહીં પરંતુ સમયાંતરે સિનિયર મોસ્ટ અધ્યાપકને ડાયરેક્ટર પદે નિયુક્ત કરવામાં આવશે. નવા સત્રથી એટલે કે જૂન-2023થી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત સ્નાતક કોર્સ ચાર વર્ષ અને અનુસ્નાતક એક વર્ષ કરવા સિન્ડિકેટ દ્વારા મંજૂરી અપાઈ છે.
એકસાથે બે ડિગ્રી ભણી શકાશે
નવા સત્રથી અન્ડર ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ એકસાથે બે ડિગ્રી ભણી શક્શે. આ ઉપરાંત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત સ્નાતક કોર્સ ચાર વર્ષનો અને અનુસ્નાતક કોર્સ એક વર્ષનો કરવા પણ નવા સત્ર વર્ષ 2023-24થી અમલી કરવામાં આવશે. આ ઉપરાંત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમોને આધીન એલએલબીની પ્રવેશ પ્રક્રિયા આગામી વર્ષથી સેન્ટ્રલાઈઝ કરવામાં આવશે તેવો નિર્ણય કરાયો છે.