ખાસ-ખબર સંવાદદાતા
રાજુલા શહેરમાં આવેલ ટી.જે બી.એસ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે અમરેલી જીલ્લા પોલીસ તથા સુરક્ષા સેતુ અંતર્ગત હમ હોગે કામયાબ કાર્યક્રમ અંતર્ગત મોટીવેશન સેમિનારનું આયોજન કરવામા આવ્યું હતું. દિપ પ્રાગટય કરી કાર્યક્રમ શરૂ કરવામા આવ્યો. આ કાર્યક્રમમાં પધારેલા મહેમાનોનુ પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું. ખાસ આ કાર્યક્રમ ગર્લ્સ હાઇસ્કૂલની ધોરણ-10 અને 12 ધોરણની વિધાર્થીની બહેનો માટે યોજાયો હતો. જેમા મોટીવેશન સ્પીકર કેવલભાઇ મહેતા દ્વારા બહેનોને બોર્ડની પરીક્ષાની તૈયારીઓ કેવી રીતે કરવી તથા ભયમુક્ત થઇને કઇ રીતે પરીક્ષા આપવી, પરીક્ષા દરમ્યાન બહેનોને ડરવાની જરૂર નથી તેમજ પરીક્ષાની પૂર્વે તૈયારીઓ વગેરે વિષય પર વિધાર્થીનીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ તકે પીઆઇ, પીએસઆઇ ગુલાબસિંહ જાડેજા, આચાર્ય શિમાબેન જોષી, કેવલભાઇ મહેતા(મોટીવેશન સ્પીકર), તેમજ પોલીસ કર્મચારીઓ સહીત શાળા સ્ટાફગણ હાજર રહી સેમિનારને સફળ બનાવવામા આવ્યો હતો.