ટ્યુશન ક્લાસીસમાં બોલાચાલી થયા બાદ રાત્રિના સમયે ચાર શખ્સોએ હુમલો કર્યો: ફરિયાદ નોંધવા તજવીજ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં કોલેજ અને શાળામાં વિદ્યાર્થીઓ પર સાથી મિત્રો દ્વારા હુમલો કરવાના બનાવ વધવા પામ્યા છે.થોડા દિવસો પહેલા જ એક યુનિવર્સિટીના છાત્ર પર હોસ્ટેલમાં સાથી વિધાર્થીઓ દ્વારા કુકર્મ કરવામાં આવ્યું હતું.ત્યારે જંગલેશ્વરમાં ધો.10ના છાત્ર પર તેમના મિત્ર સહિત ચાર શખ્સોએ હુમલો કરી ગળા પર પરિકર મારી દેતા તેમને ગંભીર ઇજા થઇ હતી.
- Advertisement -
તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવની વધુ વિગતો મુજબ, રાજકોટના જંગલેશ્વરમાં આવેલી અંકુર સોસાયટી શેરી નંબર.17માં રહેતા શહેજાન ઈરફાનભાઇ મેતર (ઉ.વ.17)નામનો તરુણ ગઈકાલે જંગલેશ્વરના પટેલનગરમાં હતો ત્યારે તેમના મિત્ર જમીલે ગળા પર તીક્ષ્ણ પરિકર વડે હુમલો કર્યો હતો અને બાદમાં જમીલ અને તેમના ત્રણ સાગરીતોએ ઢીકા પાટુનો મારમાર્યો હતો.ગંભીર રીતે ઘવાયેલા તરુણને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.