કોપી કરવાની આ રીતથી પ્રોફેસર પણ શૉકમાં છે. તેમણે કહ્યું છે કે તે કોઈ ‘કલા’થી કમ નથી. એક ટ્વિટર યુઝરે જણાવ્યું કે કેવી રીતે શખ્સે એક પેનના ગ્રેફાઇટ લીડથી કોપી કરી.
દરરોજ આપણને પરીક્ષામાં ચીટિંગનાં સમાચાર મળતા રહે છે. કોલેજ અને સ્કૂલના વિદ્યાર્થીઓ ઘણી વખત ખિસ્સામાં કાપલી લઈને પહોંચે છે. આ સિવાય આજકાલ ઘણા લોકો પરીક્ષામાં ચોરી છુપે મોબાઈલનો સહારો લેતા હોય છે. જો કે હવે આ પ્રવૃત્તિઓ પર ઘણી હદ સુધી નિયંત્રણ પણ લગાવવામાં આવ્યો છે.
- Advertisement -
આમ છતાં લોકો સુધરવાનું નામ લેતા નથી. પરંતુ આજે પરીક્ષામાં આપણે જે કોપીની વાત કરવા જઈ રહ્યા છીએ તે આપણા દેશની નથી, પરંતુ સ્પેનની છે. પરંતુ કોપી કરવાની રીત અનોખી છે. જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો.
રંગે હાથ ઝડપાયો વિદ્યાર્થી
સ્પેનમાં એક પ્રોફેસરે એક વિદ્યાર્થીને પરીક્ષા દરમિયાન કોપી કરતા રંગે હાથ પકડ્યો. આ વિદ્યાર્થીની કોપી કરવાની પદ્ધતિ ખૂબ જ અનોખી હતી. આ વિદ્યાર્થીએ પેન પર નાના નાના અક્ષરથી કાપલી બનાવી હતી. એ પણ તેની પાસે એક બે પેન ન હતી.
તેણે બધા પર ખૂબ જ સુંદર અક્ષરોમાં નોટ્સ લખેલી હતી. આ ઘટના સ્પેનના માલાગા યુનિવર્સિટીની છે. લૉના પ્રોફેસર યોલાન્ડા ડી લુચીએ આ ફોટો ટ્વિટર પર શેર કર્યો છે. તેણે આ પેનને બાદમાં જપ્ત કરી હતી.
- Advertisement -
Haciendo orden en mi despacho he encontrado esta reliquia universitaria que confiscamos a un alumno hace unos años: el derecho procesal penal en bolis bic. Que arte! #laschuletasnosoncomoantes pic.twitter.com/3J4LMn0RQF
— Yolanda De Lucchi (@procesaleando) October 5, 2022
પ્રોફેસર પણ ચોંકી ગયા
કોપી કરવાની આ પદ્ધતિથી પ્રોફેસરો પણ ચોંકી ગયા હતા. તેણે કહ્યું છે કે તે કોઈ ‘કલા’થી કમ નથી. ગોન્ઝો નામના ટ્વિટર યુઝરે શેર કર્યું કે કેવી રીતે શખ્સે પેનના ગ્રેફાઇટ લીડને સોય વડે બદલ્યું હતું જેણે તેને પેનની સપાટી પર લખવામાં મદદ કરી હતી, પેન પર નોટ્સ લખવા માટે ઉપયોગમાં લેવાતી ઇમ્પ્રુવાઇઝ્ડ પેન્સિલની આ તસવીર પણ શેર કરવામાં આવી છે.
દરેક વસ્તુની રાખવામાં આવી કાળજી
પરીક્ષા દરમિયાન કોપી ન થાય તે માટે દરેક બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. તેથી દરેક વિષય પણ યોગ્ય રીતે લખવામાં આવ્યો હતો. જો તમે ધ્યાનથી જોશો, તો પેનનો છેડો કાળા રંગનો હતો જેથી તે કાળા રંગથી વિપરીત સારૂ દેખાય.