જૂનાગઢની કામધેનું યુનિ.ની વેટરનરી કોલેજના બિન શૈક્ષણિક કર્મીઓએ અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરી છે. 1 એપ્રિલ 2021થી કૃષિ યુનિ. હસ્તકની વેટરનરી કોલેજને કામધેનું યુનિ. ગાંધીનગરના નિયંત્રણ હેઠળ મૂકવામાં આવી છે. જ્યારે આ બાબતને 18 માસ થવા છત્તાં કર્મચારીઓના મહેકમના તબદીલી અને કર્મચારીઓના ઓપ્શન અંગે કોઇ નિર્ણય લેવાયો નથી. જ્યારે રાજ્યની કૃષિ યુનિ.માં ફરજ બજાવતા બિન શૈક્ષણિક સંવર્ગના કર્મચારીઓને સાતમાં પગાર પંચ અન્વયે તફાવતની રકમ ચૂકવાઇ છે. પરંતુ વેટરનરી કોલેજ, ફિશરીઝ કોલેજ, ડેરી સાયન્સ કોલેજ, પશુપાલન પોલીટેક્નિકોમાં ફરજ બજાવતા કર્મચારીઓને સાતમાં પગાર પંચની તફાવતની રકમ ચૂકવાઇ નથી. ત્યારે આ મુદ્દે કલેકટર કચેરી, વેટરનરી કોલેજ, સી ડિવીઝન પોલીસમાં આવેદન આપી રજૂઆત કરવા સાથે 10 ઓકટોબરથી અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરી છે.
જૂનાગઢમાં વેટરનરી કોલેજનાં બીન શૈક્ષણિક કર્મીઓની હડતાળ
Follow US
Find US on Social Medias