ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ભૂમિપૂજન કરાયું; વિજ્ઞાન અને મોરબીની આગવી ઓળખની ગેલેરીઓ બનશે
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
- Advertisement -
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ) દ્વારા મોરબી જિલ્લાને એક મોટી ભેટ મળી છે. જિલ્લામાં 2 એકર જમીન પર ₹10 કરોડના ખર્ચે અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર સ્થાપવા માટે આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.આ નવું જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર મોરબીની જાહેર જનતા માટે ખૂબ સુંદર મજાનું ફરવા લાયક અને જ્ઞાનવર્ધક સ્થળ બનવા જઈ રહ્યું છે. સેન્ટરમાં વિજ્ઞાન ગેલેરી ઉપરાંત મોરબી જિલ્લાની આગવી ઓળખ દર્શાવતી વિવિધ ગેલેરીઓ પણ વિકસાવવામાં આવશે.
આ ભૂમિપૂજન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી કમલેશ મોતા, રિજ્યોનલ સાયન્સ સેન્ટર જામનગરના ડાયરેક્ટર ડો. જ્યોતિ કટેશિયા, જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીના કો-ઓર્ડિનેટર દિપેનકુમાર ભટ્ટ, અને ડાયરેક્ટર એલ. એમ. ભટ્ટ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.



