(અહેવાલ : કનુભાઈ ખાચર)
ખાસ-ખબર ન્યૂઝ પાળિયાદ
પાળીયાદ દેશનું સહકારી ક્ષેત્રનું સૌથી મોટું સંગઠન સહકાર ભારતી દર ત્રણ વર્ષે અધિવેશનનું આયોજન કરે છે તે મુજબ ગુજરાતનું પ્રદેશ કક્ષાનું છઠુ અધિવેશન તારીખ 19 અને 20 ઓક્ટોબર શનિવાર અને રવિવારના રોજ બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ પરમ પૂજ્ય વિસામણબાપુની જગ્યામાં યોજાનાર છે.
- Advertisement -
આ અધિવેશનમાં સહકાર ભારતીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દીનાનાથજી ઠાકુર, રાષ્ટ્રીય મહામંત્રી,ઉદયજી જોષી સંગઠન પ્રમુખ સંજયજી પાંચપોર,ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કાંતિભાઈ પટેલ મહામંત્રી વિનોદભાઈ બરોચીયા,સંગઠન પ્રમુખ જીવણભાઈ ગોલે,તથા હરેશભાઈ બોરીસાગર ઉપસ્થિત રહી માર્ગદર્શન આપવાના છે. અધિવેશનમાં ગુજરાત સરકારના સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેન્કના અધ્યક્ષ અજયભાઈ પટેલ ગુજરાત સરકારના મંત્રી ભાનુબેન બાબરીયા ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી તથા ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંકના ચેરમેન રસિકભાઈ ભીંગરાડિયા તથા બેંકનું સમગ્ર બોર્ડ ઉપસ્થિત રહેશે. પાળીયાદ જગ્યાના પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર નિર્મળાબા તથા મુખ્ય વ્યવસ્થાપક ભયલુબાપુના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી આશીર્વસન પાઠવશે અધિવેશન વખતે રાજકોટ મહાનગરના સહકાર ભારતી ના અધ્યક્ષ ડો. એન.ડી.સીલું ના માર્ગદર્શન હેઠળ પ્રસિદ્ધ થનાર સહકારી સોવેનીયરનું વિમોચન થનાર છે તારીખ 19 /10 શનિવારે રાત્રે લોકસાહિત્યનો મનોરંજનનો કાર્યક્રમ ડાયરો યોજાનાર છે.
અધિવેશનને સફળ બનાવવા માટે જુદી જુદી સમિતિઓની રચના કરી સહકાર ભારતી ના વિભાગ સંયોજક સવજીભાઈ શેખ,સહકાર ભારતી બોટાદ જિલ્લા પ્રમુખ ભુપતભાઈ ધાધલ, અશોકભાઈ કિકાણી, હરિરામભાઈ દેસાણી, પ્રફુલભાઈ શેઠ, મયુરભાઈ ભાટી, દક્ષેશભાઈ સોની, નયનાબેન સરવૈયા, નીપાબેન મહેતા, કનુભાઈ ખાચર તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.આ અધિવેશનમાં રાજકોટ મહાનગરના અધ્યક્ષ ડો. એન.ડી.શીલુ, ઉપાધ્યક્ષ નાથાભાઈ ટોળીયા, મહામંત્રી જયેશભાઈ સંઘાણી, કોસાધ્યક્ષ એડવોકેટ અનિરુદભાઈ નથવાણી, નિશાબેન પીલોજપરા, મહિલા સંયોજક, વિભાભાઈ મિયાત્રા પુરુષાર્થ ક્રેડિટિવ સોસાયટી, કુલદીપસિંહ જાડેજા શિવ શક્તિ શરાફી મંડળી, કુંદનબેન ભટ્ટ દક્ષિણ ઝોન મહિલા સંયોજક, ગીરીરાજસિંહ જાડેજા પશ્ચિમ ઝોનપ્રમુખ ધનવર્ષા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી, હિન્દુભાઈ વાઘેલા પશ્ચિમ ઝોન મંત્રી દ્વારા લક્ષ્મી ધારાક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી, અનિરુદ્ધભાઈ મિયાત્રા પશ્ચિમ ઝોન ખજાનચી રાજ ખોડલ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી, જોરુભા ખાચર પશ્ચિમ ઝોન કારોબારી સભ્ય સૂર્ય શક્તિ શરાફી મંડળી, પ્રદ્યુમનસિંહ જાડેજા ગ્રામ્ય ઝોન પ્રમુખ મવડી સહકારી મંડળી, જગદીશભાઈ ભંડેરી ગ્રામ્ય જૂન ઉપપ્રમુખ એચબીએસ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી જેનીશ ભાઈ સીનોજીયા, ગ્રામ્ય ઝોન મંત્રી અનક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી, આશિષભાઈ પોપટાણી ગ્રામ્ય ઝોને ખજાનચી મોર લાઇક ક્રેડિટ સોસાયટી. મહેન્દ્રભાઈ ચોવટીયા શિવસાગર ક્રેડિટ સોસાયટી, રાહુલ ચોવટીયા શિવ જ્યોત ક્રેડિટસોસાયટી, કિર્તીભાઈ પટેલ હરિકૃષ્ણ ક્રેડિ.કો. સોસાયટી, વિનોદભાઈ વાઘેલા વિશાખા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી.