અમદાવાદ જગન્નાથ રથયાત્રાના 10 રૂટ પર એક્સપર્ટ દ્વારા કરાશે ઓપરેટ : DCP ચૈતન્ય માંડલિક
ખાસ-ખબર સંવાદદાતા
146મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થામાં કરવામાં આવી છે. આ વખતે ગુજરાતમાં અને અમદાવાદ રથયાત્રામાં પોલીસ દ્વારા પહેલીવાર એન્ટી ડ્રોન ગનનો ઉપયોગ કરવામાં આવશે. માત્ર બે એન્ટી ડ્રોન ગનથી આખા રથયાત્રાની અવકાશી અભેદ સુરક્ષા કરવામાં આવશે. ત્યારે આ એન્ટી ડ્રોન ગનની શું ખાસિયત છે અને આ ગન કેટલે દૂરથી ઉડતાં ડ્રોનને તોડી પાડશે તે અંગે ક્રાઇમ બ્રાન્ચના ઉઈઙ ચૈતન્ય માંડલિકે ખાસ વાતચીતમાં રસપ્રદ માહિતી જણાવી હતી. મહત્ત્વનું છે કે, આ વખતે રથયાત્રામાં મૂવિંગ બંદોબસ્તમાં 16 અઈઙ, 45 ઙઈં, 130 ઙજઈં, સહિત 2500 પોલીસ જવાનો ખડેપગે રહેશે. આ ઉપરાંત જવાનોના ઈંઉ કાર્ડમાં ચછ કોડ પણ લગાવવામાં આવશે. તેમજ 3ઉ કેમેરા દ્વારા લાઇવ મોનિટરિંગ કરાશે અને ડ્રોનની લાઇવ ફીડ મારફ્તે સમગ્ર રથયાત્રા પર નજર રાખવામાં આવશે.
- Advertisement -
ક્રાઇમ બ્રાન્ચના ઉઈઙ ચૈતન્ય માંડલિકે જણાવ્યું કે, ‘અત્યારે ડ્રોનથી જે પ્રકારના હુમલા થઈ રહ્યા છે. અમદાવાદ રથયાત્રામાં ડ્રોનથી હુમલાનો પ્રયત્ન થાય અથવા તો કોઈ એન્ટી હ્યુમન વ્હીકલ આવે તો તેને રોકવા માટે ગુજરાતમાં પહેલીવાર ગુજરાત પોલીસ દ્વારા આ એન્ટી ડ્રોન ગનનો ઉપયોગ કરવામાં આવશે. જેથી અવકાશી ખતરાને પણ પહોંચી વળાશે.”
વધુમાં ક્રાઇમ બ્રાન્ચના ઉઈઙ ચૈતન્ય માંડલિકે જણાવ્યું કે, ” વખતની રથયાત્રામાં બે ગન રૂટમાં નક્કી કરાયેલા 10 પોઇન્ટ પર મૂવ અને યૂઝ થશે. આ ગન યૂઝ કરવા માટે બે જવાનોને ટ્રેન કરાયા છે. આ ગન ઇન્ફીટ્રોન એડવાન્સ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડના એક્સપર્ટ દ્વારા યૂઝ કરાશે.”
આ રીતે કામ કરે છે એન્ટી ડ્રોન ગન
આ એન્ટી ડ્રોન ગન કેવી રીતે કામ કરે છે તે અંગે વાત કરતાં ક્રાઇમ બ્રાન્ચના ઉઈઙ ચૈતન્ય માંડલિકે જણાવ્યું કે, ” ગનથી આકાશમાં 5 કિમીના રેડિયસમાં ઊડતાં એન્ટી હ્યુમન વ્હીકલ એટલે કે, ડ્રોનની રેડિયોને ડિટેક્ટ કરીને તેની ફ્રિકવન્સી જામ કરી દેવામાં આવે છે. આ ગનમાંથી નીકળતા તરંગો 5 કિમીના રેડિયસમાં ઉડતાં કોઈ પણ ડ્રોન કે એન્ટી હ્યુમન વ્હીકલના સિગ્નલ જામ કરી દે છે. જેને લીધે ડ્રોન ઉડાવતા વ્યક્તિ ક્ધટ્રોલ ગુમાવી દે છે. આ પછી એન્ટી ડ્રોન ગન દ્વારા આકાશમાં ઉડતું ડ્રોન તોડી શકાય અથવા પોતાના ક્ધટ્રોલમાં લઈને નીચે ઉતારી શકાય છે.”