‘ઘોડા ડૉકટર’ સામે લોકોમાં રોષ: કડક કાર્યવાહી માટે માંગ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
ધ્રાંગધ્રાના રણકાંઠા વિસ્તારના ગામોમાં રહેતા લોકો સાથે ડિગ્રી વગરના ડોક્ટરો ખુલ્લેઆમ દવાખાના ખોલી બોર્ડ લગાવી સારવાર કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. ત્યારે આવા બોગસ ડોક્ટર સામે પગલા નહીં લેવાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ધ્રાંગધ્રા રણવિસ્તારના ગામોમાં અનેક ડિગ્રી વગરના ડોક્ટરના દવાખાના ખુલ્લેઆમ ધંધો ચલાવી રહ્યા છે.
લોકોના આરોગ્ય સાથે ચેડા કરી લોકોની સારવાર કરી લોકોના જીવને જોખમમાં મૂકનાર આવા બની બેઠેલા ડોક્ટરો પકડાઈ ગયા બાદ પણ ફરી દવાખાના શરૂ કરે છે. ત્યારે ડીગ્રી વગર બની બેઠેલા ડોક્ટર સામે કડક કામગીરી કરવામાં આવે તેવી માગ છે.
- Advertisement -
ધ્રાંગધ્રા તાલુકા વિસ્તારમાં કામગીરી કરતા તંત્ર કેમ ડરી રહ્યું છે તે સવાલ રાજયના આરોગ્ય વિભાગ સહિત ફરિયાદ કરવામાં આવી છે. ધ્રાંગધ્રા વિસ્તારમાં નરાળી, કુડા, એજાર, કંકાવટી, હરીપર, જેસડા, વસાડવા, સજજનપુર, થળા, ભરાડા સહિત અનેક ગામમા અન્ય રાજયમાંથી આવી ડિગ્રી વગર દવાખાના ખોલી અને બોગસ ડિગ્રીના સર્ટિ. બીજા રાજ્યમાંથી લાવી દવાખાના શરૂ કરવામાં આવ્યા. દવાખાના બોર્ડમાં કોઈ ડિગ્રી લખવામાં આવતી નથી. આમ જો કાર્યવાહી કરાય તો અનેક કૌભાંડ બહાર આવે.



