ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ 108ની વધુ એક સરાહનીય કામગીરી સામે આવી છે તા.8 ફેબ્રુઆરીના રોજ સવાર 06.30 વાગે માખીયાળા રોડ પરના વાડી વિસ્તારમાં સગર્ભાનો કેસ મળતા 108 નો સ્ટફ દોડીગયેલ અને 108 એમ્બ્યુલન્સ મારફત લય જતા સમયે રસ્તામાં સગર્ભાને દુખાવો ઉપાડતા 108ની હેડ ઓફિસમાં ડોકટરની સલાહ મુજબ સગર્ભા. ને એમ્બ્યુલન્સ 108માં ડીલેવરી કરવી ફરજ પડી હતી જેમાં એક માતાનું નામ અનિતા બેન અનિલભાઈ સોલંકી ઉમર વર્ષ 25ને સફળ ડીલેવરી કરાવીને પુત્રનો જન્મ થયું હતું આ કામગીરીમાં 108ના પાઇલોટ જીતુદાન ગઢવી અને ઈએમટી વાંરજભાઈ એ કરી હતી ત્યારે પરિવારજનોએ 108ની ટીમને અભિનંદન આપ્યા હતા.
જૂનાગઢ 108 એમ્બ્યુલન્સમાં ડીલિવરી કરાવી પુત્રનો જન્મ થયો
