ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરની આશાદીપ ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા દિવાળીના તહેવારોમાં દિવ્યાંગોની વ્હારે આવીને આત્મનિર્ભર બનાવવાની પહેલ સાથે માનસીક, સામાજીક અને વ્યવસાઇક રીતે તાલીમ આપીને સ્વનિર્ભર બને તેવા પ્રયાસો કર્યા છે.
આગામી દિવસોમાં દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે આશાદીપ ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા 18 વર્ષથી ઉપરના દિવ્યાંગોને સ્વનિર્ભર કરવા દિવડા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં અલગ-અલગ જગ્યાએથી 30 હજાર જેટલા દિવડાનો ઓર્ડર મળી ચુકયો છે. જેમાં એક બોકસના 100 રૂપિયા લેખે વેંચવામાં આવે છે. જયારે દિવ્યાંગો દ્વારા બનાવવામાં આવતા દિવડાની આવકનો ખર્ચ બાદ કરતા દિવ્યાંગોને આપવામાં આવે છે અને દિવ્યાંગો પોતે સ્વનિર્ભર બને તે દિશામાં સામાજીક સંસ્થા આશાદીપ દ્વારા કરવામાં આવી રહ્યુ છે.