રવિવારે ખાલિસ્તાન સમર્થકોએ લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન દરમિયાન ખાલિસ્તાનીઓએ ભારતના રાષ્ટ્રધ્વજને ઉતારીને તેનો ઝંડો ત્યાં ફરકાવ્યો હતો.
ભારતીય હાઈ કમિશને લંડનમાં ખાલિસ્તાનીઓને જડબાતોડ જવાબ આપ્યો છે. જણાવી દઈએ કે ભારતીય હાઈ કમિશનની ઈમારત પર મોટો ત્રિરંગો લહેરાવવામાં આવ્યો છે અને આનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
- Advertisement -
તિરંગો લહેરાવીને આપ્યો જડબાતોડ જવાબ
નોંધનીય છે કે આ પહેલા ખાલિસ્તાન સમર્થકોએ લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર પ્રદર્શન કર્યું હતું. રવિવારે આ પ્રદર્શન દરમિયાન ખાલિસ્તાનીઓએ ભારતના રાષ્ટ્રધ્વજને ઉતારીને તેનો ઝંડો ત્યાં ફરકાવ્યો હતો. ભારતે આ કૃત્ય પર સખત નારાજગી પણ વ્યક્ત કરી હતી. જો કે હવે ખાલિસ્તાનીઓએ પહેલા કરતા પણ મોટો તિરંગો લહેરાવીને મોઢા પર થપ્પડ મારી દીધી છે.
Unfazed by the attempts to vandalise the Indian High commission in London by Khalistani extremists, a large Indian flag has been put in front of the mission. https://t.co/lAFJyhA05l pic.twitter.com/0gG2E3tjCi
— Sidhant Sibal (@sidhant) March 19, 2023
- Advertisement -
વિડીયો થયો હતો વાયરલ
રવિવારે ખાલિસ્તાનીઓ ભારતના રાષ્ટ્રધ્વજને ઉતારવાનો પ્રયાસ કર્યો હતો એ પ્રયાસના ઘણા વીડિયો સામે આવ્યા હતા. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે લંડનમાં ભારતીય હાઈ કમિશનર પાસેથી તિરંગો હટાવી દેવામાં આવ્યો હતો તિરંગાની જગ્યાએ ખાલિસ્તાની ઝંડો લગાવવામાં આવ્યો હતો.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ મંત્રાલય તરફથી એક નિવેદન ટ્વિટ કરવામાં આવ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે “ભારત યુકે સાથે સખત વિરોધ નોંધાવે છે.” વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, “યુકે પાસેથી સુરક્ષા વ્યવસ્થાની ગેરહાજરી માટે સમજૂતી માંગવામાં આવી હતી જેણે આ અસામાજિક તત્વોને હાઈ કમિશન પરિસરમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી.”
શું છે સમગ્ર મામલો
જણાવી દઈએ કે યુકેમાં ખાલિસ્તાન સમર્થકોના એક જૂથે રવિવારે એટલે કે 19 માર્ચ ભારતીય હાઈ કમિશનની બહાર પ્રદર્શન કર્યું અને અલગતાવાદી નેતા અમૃતપાલના ઝંડા અને પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સાથે જ અમૃતપાલ સિંહની તસવીર સાથેના પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે ફ્રી અમૃતપાલ સિંહ, અમને ન્યાય જોઈએ છે, અમે અમૃતપાલ સિંહ સાથે ઊભા છીએ. ‘