ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
હિન્દુ અસ્મિતા મંચ રાજકોટના નેજા હેઠળ હિન્દુ સમાજના ભાઈઓ બહેનો 5-12-2024 ગુરુવારે સાંજે 4:00 વાગ્યાથી રેસકોર્સ બહુમાળી ભવન પાસે, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતે એકઠા થશે.ત્યાંથી મૌન રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી જશે. જ્યાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને બાંગ્લાદેશમાં હિન્દુઓના રક્ષણ માટે સરકાર દ્વારા યોગ્ય પગલા ભરવાની માંગ કરવામાં આવશે.
- Advertisement -
આ રેલીમાં અધિવકતા પરિષદ રાજકોટ મહાનગરના તમામ એડવોકેટો જોડાશે, એડવોકેટ પ્રશાંત જોશી પ્રમુખ, હસમુખ ગોહેલ મંત્રી, સુરેશભાઈ સાવલીયા, રાજકોટ વિભાગ ક્ધવીનર તથા જે.આર.ફુલારા, જાગૃતિબેન દવે, પ્રદેશ કારોબારી સભ્ય, સરોજબેન રૂપાપરા ઉપપ્રમુખ, રશ્મિબેન પટેલ, સરજુદાસ દુધરેજીયા, ગિરીશભાઈ ભટ્ટ, જયુભાઈ શુકલ, ટી.બી.ગોંડલીયા, જયેશભાઈ જાની, કપિલ શુક્લ, રવિ ટાંક,જે.પી.મારૂ, વિશાલ ગોસાઈ, સંદીપ વેકરીયા, જયેન્દ્ર ગોંડલિયા, ચેતન વિઠલપરા, પી.સી.વ્યાસ, તરુણ માથુર, કિરીટભાઇ પાઠક,વિગેરે પરિષદના સભ્યો હાજર રહેશે. આ મૌન રેલીમાં સહકાર ભારતી રાજકોટ મહાનગરના જુદા જુદા પ્રકોષ્ઠ, જુદી જુદી ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી, અર્બન કોઓપરેટીવ બેંક,હાઉસિંગ સોસાયટીઓ, કર્મચારી મંડળીઓના સહકારી આગેવાનો જોડાશે.