ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.13
મૂળી-ચોટીલા હાઈવે પર સાયલા ચોકડી નજીક મૂકવામાં આવેલું એક મોટું સૂચક બોર્ડ હાલમાં જોખમી સ્થિતિમાં લટકી રહ્યું છે. થોડા દિવસો પહેલા કોઈ વાહને અકસ્માત સર્જતા આ બોર્ડનો પોલ વળી ગયો છે અને બોર્ડ નીચે પડવાની તૈયારીમાં છે. હાઈવે ફોરલેન બન્યા બાદ મૂકાયેલા ઘણા સૂચક બોર્ડ કાં તો તૂટી ગયા છે અથવા ખોટી દિશા બતાવી રહ્યા છે. ત્યારે આ લટકતું બોર્ડ કોઈ મોટી દુર્ઘટના સર્જે તે પહેલા તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી વાહનચાલકો (જેમ કે પદુભા અને યશપાલસિંહ) દ્વારા ભારપૂર્વક માંગ કરવામાં આવી રહી છે.



