સાસણ રોડ પર આવેલ જસ્મીન ટ્રેડર્સ નામની દુકાનમાં બનાવ બન્યો
ગ્રાહકે ખરીદેલું કેમિકલનું ડબલું ખોલીને પરત આપવા જતા વેપારીએ લેવાનો ઇનકાર કરતા માથાકુટ થઈ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.11
તાલાલામાં કેમીકલનું ખુલ્લું ડબલું પરત સ્વિકારવાની વેપારીએ નાં પાડતા ઉશ્ર્કેરાયેલ શખ્શે ડબલું સળગાવી દુકાન ઉપર ઘા કરતા બાજુમાં ઉભેલી પાંચ વર્ષની બાળા ગળામાં અને હાથે ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરેલ છે.
તાલાલા શહેરમાં સાસણ રોડ ઉપર આવેલ જસ્મીન ટ્રેડર્સ નામની કલરની દુકાન ઉપર એક શખ્સ કલરમાં ભેળવવાનું ફેવિકોલ જેવું કેમીકલ લઈ ગયેલ.આ ડબલું સાંજે વેપારીને પરત દેવા આવેલ પરંતુ ડબલું ખુલેલુ હોય વેપારીએ પરત લેવાની નાં પાડતા શખ્શ ઉશ્ર્કેરાઇ જઇ ડબલાં માં આગ લગાડી દુકાન ઉપર ફેંક્યું હતું.આ સમયે દુકાનમાં બેસેલ કાવ્યાબેન અશ્ર્વિનભાઈ ઠુંમર ઉ.વ.05 ઉપર સળગતું કેમીકલ ગળા અને હાથનાં ભાગે ચોટી જતા બાળા ગંભીર રીતે દાઝી ગઈ હતી.આ ઉપરાંત દુકાનના માલિક ને પણ હાથમાં ગંભીર રીતે દાઝી ગયેલ છે.આ બનાવ બનતાં આજુબાજુમાંથી બધા લોકો એકત્ર થઇ આ શખ્શ ને ઝડપી અને પોલીસને સુપ્રત કર્યો હતો.આ શખ્શ ક્યાં ગામનો છે પોલીસ તેની પુછપરછ સાથે વધુ તપાસ કરી રહી છે. આ બનાવથી શહેરમાં ભારે ચકચાર ફેલાયેલ છે.