-મુખ્યમંત્રીએ 10 લાખની સહાયની જાહેરાત કરી
મધ્યપ્રદેશમાં એક મોટી દુર્ઘટનામાં 17 લોકોના મોત થયાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, ગઈકાલે મોડીરાત્રે સિધીમાં ચુરહટ-રીવા નેશનલ હાઈવે પર બડખારા ગામ પાસે માર્ગ અકસ્માતની ઘટના બની હતી. જેમાં 17 મુસાફરોના મોત થયા તો 40થી વધુ ઘાયલ થયા હતા. જેમાંથી 10ની હાલત અત્યંત નાજુક છે. વોગતો મુજબ મૃતકોમાંથી આઠનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે બાકીના હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા.
- Advertisement -
મધ્યપ્રદેશના સિધીમાં ચુરહટ-રીવા નેશનલ હાઈવે પર બડખારા ગામ પાસે ટ્રકનું ટાયર ફાટવાને કારણે અકસ્માત સર્જાયો હતો. ટ્રકે પાછળથી પાર્ક કરેલી ત્રણ બસોને ટક્કર મારી હતી. અત્યાર સુધીમાં નવ મૃતકોની ઓળખ થઈ શકી છે. આ બસો સતનામાં આયોજિત કોલ સમાજના મહાકુંભમાં હાજરી આપીને સીધી પરત ફરી રહી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ શિવરાજ સિંહે પણ ભાગ લીધો હતો. નોંધનીય છે કે, સીએમ શિવરાજ સિધીમાં જ હોઇ માહિતી મળતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
सीधी में हुई दुर्घटना हृदय विदारक है। रीवा के अस्पताल में घायलों का इलाज जारी है। डॉक्टरों ने बताया कि सभी घायल खतरे से बाहर हैं।
घायलों के इलाज की बेहतर से बेहतर व्यवस्था की गई है, फिर भी आवश्यकता पड़ने पर इलाज के लिए बाहर ले जाया जायेगा। pic.twitter.com/UENnqR9AND
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) February 24, 2023
- Advertisement -
સિમેન્ટથી ભરેલી ટ્રક પલટી
આ ઘટનાને લઈ પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, આ દુર્ઘટના મોહનિયા ટનલથી થોડે દૂર રાત્રે 9 વાગે થઈ હતી. અહીં એક ઝડપભેર ટ્રકે ત્રણ બસને ટક્કર મારી હતી. બે બસ 10 ફૂટ ઉંડી ખીણમાં પડી હતી. તે જ સમયે હાઈવે પર જ એક બસ પલટી ગઈ હતી. ટ્રક સિમેન્ટથી ભરેલી હતી, ટક્કર બાદ પલટી ગઈ હતી.
घटना हॄदयविदारक है। हमारी पहली प्राथमिकता है कि घायलों के उपचार की बेहतर व्यवस्था करें। आवश्यकता पड़ने पर घायलों को एयर एंबुलेंस द्वारा भी अन्यत्र उपचार हेतु ले जाएंगे।
इस दुर्भाग्यपूर्ण दुर्घटना में जो साथी नहीं रहे, उनके परिजनों को ₹10 लाख की राहत राशि दी जाएगी।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) February 24, 2023
આ તરફ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, સતનામાં આયોજિત કોલ જનજાતિ મહાકુંભ કાર્યક્રમમાં ભીડને એકત્ર કરવા માટે વિંધ્ય વિસ્તારના તમામ જિલ્લાઓને લોકોને લાવવા માટે 300 બસો ભરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. સાંજે 5.30 કલાકે કાર્યક્રમ પૂરો થયો. તમામ બસો સતનાથી મોહનિયા ટનલ થઈને રામપુર બઘેલાન અને રીવા થઈને સીધી જતી હતી. ટનલથી એક કિલોમીટર દૂર સિધી જિલ્લાના ચુરહટ પોલીસ સ્ટેશન વિસ્તારના બરખાડા ગામ પાસે ત્રણ બસો થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી. અહીં મુસાફરો માટે ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. દરમિયાન પાછળથી આવતી સિમેન્ટ ભરેલી ટ્રકે ત્રણેય બસને ટક્કર મારી હતી. ત્રણેય બસમાં 50 થી 60 મુસાફરો સવાર હતા.
सीधी (म.प्र) में हुआ सड़क हादसा अत्यंत दुःखद है। इस हादसे में जान गंवाने वाले लोगों के परिजनों के प्रति गहरी संवेदना व्यक्त करता हूँ। ईश्वर उन्हें यह दुःख सहने की शक्ति दें। प्रशासन द्वारा घायलों को उपचार उपलब्ध कराया जा रहा है। घायलों के शीघ्र स्वस्थ होने की प्रार्थना करता हूँ।
— Amit Shah (@AmitShah) February 24, 2023
મૃતકના નજીકના સંબંધીઓને 10-10 લાખની સહાય
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઈજાગ્રસ્તોને 2 લાખ રૂપિયા અને સાધારણ ઈજાગ્રસ્તોને 1 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી શિવરાજ રાત્રે જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે પરિસ્થિતિનો તાગ મેળવ્યો.
તેમની સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષ વીડી શર્મા પણ હાજર હતા. અગાઉ સીધી કલેક્ટર અને એસપીએ પણ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. સીધા સાંસદ રીતિ પાઠક પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસ નેતા કમલનાથ, અજય સિંહે પણ આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો હતો.