ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય દ્વારા રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચશિક્ષણ કાર્યક્રમના આઈ.ડી.પી., આઈ.સી.એ.આર. અંતર્ગત વર્ષ-2023માં આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરનાર 06 પ્રાધ્યાપકો અને 10 વિદ્યાર્થીઓં સાથે તેમણે તાલીમ અંતર્ગત મેળવેલ આધુનિક ટેકનોલોજી અને ઉચ્ચ શિક્ષણ પદ્ધતિઓ અંગેનાં જ્ઞાનવર્ધક પરિસંવાદનું કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના સેમીનાર હોલ ખાતે યોજાયો હતો. જૂનાગઢ કૃષિ યુનિ. અને વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી, ઓસ્ટ્રેલીયા વચ્ચે થયેલ એમ.ઓ.યુ. કે જે અંતર્ગત વિદ્યાર્થીઓ અનુસ્નાતક અભ્યાસ માટે વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી, ઓસ્ટ્રેલીયા ખાતે જઈ શકશે તેમજ આંતરરાષ્ટ્રીય તાલીમમાં મળેલ વેશ્વિક જ્ઞાનનો ઉપયોગ કરવા માર્ગદર્શિત કરી પ્રોત્સાહિત કર્યા હતા.
જૂનાગઢ કૃષિ યુનિ.માં આંતરરાષ્ટ્રીય તાલીમાર્થીઓ સાથે પરિસંવાદ યોજાયો
