ટ્રાફિક સમસ્યા દિવસેને દિવસે વધતી જાય છે. ત્યારે રાજકોટના ટ્રાફિક ડીસીપી પૂજા યાદવના અધ્યક્ષસ્થાને પોલીસ અધિકારી તથા કર્મચારીઓના પરિવારજનોમાં ટ્રાફિકના નિયમોની જાગૃતિ ફેલાય તેવા પોલીસ હેડક્વાર્ટર ખાતે સેમિનાર યોજવામાં આવ્યો હતો. પોલીસ પરિવારજનોમાથી 200થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. ડીસીપી પૂજા યાદવે પીપીટી સ્લાઈડ બતાવી માર્ગદર્શન આપ્યું હતું. આ સેમિનારમાં પી.આઈ. નકુમ, એમ.બી.મકવાણા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
પોલીસ કર્મચારીઓના પરિવારજનો માટે ટ્રાફિકના નિયમ અંગેનો સેમિનાર યોજાયો

TAGGED:
families, police, Rajkot, seminar, trafficrules
Follow US
Find US on Social Medias