આદેશ એટલે એકાત્મકતાથી પરમાત્મા સાથે લીન થવાની પ્રક્રિયા
નાથ એટલે સંતોની યાત્રા છે, એ જ જીવન યાત્રા છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં ભવનાથમાં અખિલ ભારતીય સાહિત્ય પરિષદ દ્વારા નાથ સંપ્રદાય કા ભારતીય સાહિત્ય પર પ્રભાવ વિષય પર સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યાં હતું. જેમાં નાથ સંપ્રસદાય ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ અંગે અખિલ ભારતીય સાહિત્ય પરિષદ જૂાગઢનાં અધ્યક્ષ ડો.બલરામ ચાવડાએ જણાવ્યું હતું કે,ભવનાથમાં ગોરક્ષનાથ આશ્રમમાં નાથ સંપ્રદાય કા ભારતીય સાહિત્ય પર પ્રભાવ વિષય અંતર્ગત દ્વિદિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સંગોષ્ઠીના ઉદ્ધાટન સમારોહમાં ગોરખનાથ આશ્રમના મહંત પુ. યોગી શેરનાથજી, અખિલ ભારતીય સાહિત્ય પરિષદના રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રીધર પરાડકરજી, રાષ્ટ્રીય મંત્રીશ્રી ઋષિકુમાર મિશ્રજી, રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા, સુશીલચંદ્ર ત્રિવેદીજી, રાજસભાના સાંસદ સભ્ય રામભાઈ મોકરીયાજી અને અખિલ ભારતીય પરિષદ ગુજરાત પ્રાંતના અધ્યક્ષડો. કલાધર આર્ય હાજર રહ્યાં હતાં.રાજકોટ ઠાકોરસાહેબ માંધાતાસિંહજી જણાવ્યું હતું કે, નાથ એટલે કે સંતોની યાત્રા છે, એ જ જીવન યાત્રા છે. સુશીલ ત્રિવેદીએ વિવિધ સંપ્રદાય સંદર્ભમાં નાથ પરંપરાની રજૂઆત કરી હતી. સંગઠન મંત્રી શ્રીધર પરાડકરજીએ જણાવ્યું હતું કે, અખિલ ભારતીય સાહિત્ય પરિષદ જે વિષય પર ધ્યાન કેન્દ્રિત કરે છે તે અંત નહીં પણ શરૂઆત હોય છે. ગોરખનાથ આશ્રમના મહંત યોગી શેરનાથજી બાપુએ આદેશ શબ્દનો અર્થ જણાવતા કહ્યું હતું કે, આ એટલે જીવ,દે એટલે જગત અને શ એટલે પરમાત્મા. નાથ સંપ્રદાયમાં આદેશ એટલે જીવ અને જગતની એકાત્મકતાથી પરમાત્મા સાથે એક લીન થવાની પ્રક્રિયા. દ્વિતીય સત્રનું સંચાલન ડો. નેહલબેન જાની દ્વારા કરવામાં આવ્યું જેમાં વ્યક્તિ વક્તા સુનિલ પાઠક જણાવ્યું કે, નાથ શબ્દનો પ્રયોગ રચયિતા પરમ તત્વ રૂપમાં કર્યો હતો. કબીરના સમયમાં નાથ સંપ્રદાયનો પ્રભાવ સમાજ પર અસરકારક રહ્યો હતો. સત્રના અંતમાં અધ્યક્ષ દિનેશ પ્રતાપજી જણાવ્યું કે, શંકરાચાર્યજી પછી ગોરખનાથ હતાં. જેમનો પ્રભાવ સમગ્ર દેશ પર જોવા મળ્યો હતો. તેઓએ સિકંદર લોધી, કબીરજી અને રૈયદાસની ચર્ચા કરી, કબીરજી અને રૈયદાસજી પર નાથ સંપ્રદાયનો પ્રભાવ તેમની જીવનશૈલી અને ગુણગાનો પર જોવા મળ્યો હતો. ભૈરવી રાગમાં તેઓ દ્વારા ગવાતા ગીતોમાં નાથ સંપ્રદાયનો પ્રભાવ રહેલો જોવા મળ્યો હતો.અંતમાં તૃતીય સત્રના અધ્યક્ષ નીલમબેન રાઠી દ્વારા સત્રનું સમાપન કરતા પોતાના વિચારો રજૂ કર્યા તેઓએ હિન્દી કૃતિઓ દ્વારા નાથ સંપ્રદાયમાં જોવા મળતા મંત્ર તંત્ર સિદ્ધ તત્વ માયા જેવા તત્વો વિશે વાત કહી તથા રાજકીય સામાજિક અને ધાર્મિક અને પરિપેક્ષ્યમાં નાથ સંપ્રદાયની વિસ્તારથી વાત કરી હતી.