રાજુલા શહેરમાં આવેલ ટી.જે.બી.એસ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે વિધાર્થી બહેનોમાં અવરનેસ લાવવા માટે સાયબર ક્રાઇમ સેમિનારનું આયોજન કરવામા આવ્યું હતું. આ સેમિનારમાં રાજુલા પોલીસ દ્વારા તમામ વિધાર્થી બહેનોને સાયબર ક્રાઇમ ફ્રોડથી સાવચેત રહેવા માહિતગાર કર્યા હતાં. જેમા ફ્રોડ મેસેજ, સ્ક્રીન શેરીંગ એપ, કસ્ટમર કેર નંબર, ઊંઇઈ લોટરી ફ્રોડ મેસેજ અને કોઇપણ અજાણ્યા ફોન આવે તો તમારા એકાઉન્ટ નંબર આપશો નહી તેમજ ડુબલીકેટ સોશિયલ મિડિયા એકાઉન્ટ ફ્રોડ સહિત વિવિધ સાયબર ફ્રોડથી સાવચેત રહેવા માટે વિધાર્થીઓને માર્ગદર્શન આપ્યુ હતું.
તેમજ સાયબર ફ્રોડ થી સુરક્ષિત રહેવા વિધાર્થી બહેનોને પોલીસે અપીલ કરી હતી. સાથોસાથ સાયબર ક્રાઇમની પત્રીકાઓનુ પણ વિતરણ કરવામા આવ્યું હતું. જેથી તમામ વિધાર્થીનીઓને સાયબર ફ્રોડની માહીતીઓ જાગૃત રહી શકે તે માટે રાજુલા પોલીસ દ્વારા સુંદર મજાનો સાયબર ક્રાઇમ જાગૃતી માટે સેમિનારનું આયોજન કરાયુ હતું. આ તકે આચાર્ય શીમાબેન જોષી, રાજુલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.એફ.ચૌહાણ, એ.એસ.આઇ રાણાભાઇ વરુ, મુકેશભાઇ ગાજીપરા, અંકિતાબેન જાની,પરેશભાઇ દાફડા તેમજ વિધાર્થીની બહેનો, શાળા સ્ટાફગણ ઉપસ્થિત રહ્યો હતો.