શું સ્વામિનારાયણ સંપ્રદાયના આજના સંતો બેફામ-બેલગામ વાણી-વિલાસ દ્વારા પોતાને સહજાનંદ સ્વામીથી પણ સર્વોપરી ગણે છે?
છેલ્લા પાંચેક વર્ષોથી સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ ફિરકાઓના સંત દ્વારા બેફામ વાણી-વિલાસ થઈ રહ્યો છે અને તેને કારણે સનાતન હિંદુ ધર્મના હિતચિંતકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સનાતન હિંદુ ધર્મના મુખ્ય ત્રણ સ્તંભમાંનો એક સ્તંભ વૈષ્ણવ સંપ્રદાયો છે. આ વૈષ્ણવ સંપ્રદાયોમાંનો એક સંપ્રદાય સ્વામિનારાયણ છે. આજથી સેંકડો વર્ષ પહેલાં રામનુજાચાર્યજી, નિમ્બાર્કાચાર્યજી, માધ્વચાર્યજી અને વલ્લભાચાર્યજી આ ચાર વૈષ્ણવ આચાર્યો દ્વારા ભક્તિની આહલેક જગાવવામાં આવી હતી અને તે દ્વારા સામાજિક સમરસતા લાવવામાં અથાગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. આજે આ ચારે આચાર્યોના સંપ્રદાયો શું સાચી રીતે સામાજિક સમરસતા લાવી શક્યા છે ખરા?
આજના સમયમાં થોડા-વત્તા અંશે આ ચારે વૈષ્ણવ સંપ્રદાયમાં બહુ મોટો વિકટ પ્રશ્ન ઊભો થયો છે. નિમ્બાર્કાચાર્યજી, માધ્વચાર્યજી અને વલ્લભાચાર્યજીના સંપ્રદાયો દ્વારા પણ આધુનિક સમયમાં સામાજિક સમરસતાને બાજુ પર મૂકી દેવામાં આવી છે. તે અંતર્ગત જ રામનુજાચાર્યજીના વિચારો આધારિત સ્થપાયેલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ બેફામ વાણી-વિલાસ શરૂ કરતાં આ વાત હવે ધીરે ધીરે ખૂલીને બહાર આવી રહી છે.
ઐતિહાસિક દ્રષ્ટિએ અને શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ અવલોકન કરીએ તો સ્વામિનારાયણ સંપ્રદાય રામનુજાચાર્યજીના વિશિષ્ટાદ્વૈત આધારિત છે એ વાત સહજાનંદ સ્વામીએ શિક્ષાપત્રીમાં સ્પષ્ટ રીતે દર્શાવી છે. બેફામ-બેલગામ વાણી-વિલાસના સમયમાં રામનુજાચાર્યજી અને વિશિષ્ટાદ્વૈતની વાત સમજવી અતિ આવશ્યક છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સહજાનંદ સ્વામીની વાત સૌથી પહેલાં જોઈએ.
- Advertisement -
યળફફિઇંળઞર્ળૈધઉંમત્ત્ટિળ્રૂળહ્યળમઉંબ્રટળપ્ર।
ફળપળણૂઘળખળ્રૂૃઇૈંર્ટૈધળશ્ર્રૂપળદ્વ્રૂળાટ્ટપર્ઇૈંપપ॥100॥
પર્ટૈરુમરુયશ્ળદ્યેર્ટૈપજ્ઞઉંળજ્ઞબળજ્ઞઇંળજ્ઞઢળપખજ્ઞાન્નલટપ્ર।
ટઠ્ઠરૂૄસ્ત્રળટ્ટપણળઇૈંશ્રઞલજ્ઞમળપૂરુુહ્યઉંબ્રટળપ્ર॥121॥
શિક્ષાપત્રીમાં સહજાનંદ સ્વામી આજ્ઞા કરે છે કે શ્રી રામાનુજાચાર્યે કર્યું એવું જે વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય તથા શ્રીભગવદ્ગીતાનું ભાષ્ય એ જે બે, તે અમારું અધ્યાત્મશાસ્ત્ર છે એમ જાણવું આને અમારો જે મત તે વિશિષ્ટાદ્વૈત છે એમ જાણવું અને અમને પ્રિય એવું જે ધામ તે ગોલોક છે એમ જાણવું અને તે ધામને વિષે બ્રહ્મરૂપે કરીને જે શ્રીકૃષ્ણ ભગવાનની સેવા કરવી તે અમે મુક્તિ માની છે એમ જાણવું.
વિશિષ્ટાદ્વૈત પંથના આદ્યપ્રવર્તક રામાનુજાચાર્યે અસ્પૃશ્યતા નિવારણની દિશામાં ઉત્કૃષ્ટ કાર્ય કર્યું હતું. હિંદુ ધર્મમાં સમતા લાવવાનો સૌથી પ્રથમ પ્રયત્ન જો કોઈએ કર્યો હોયતો તે રામાનુજાચાર્યે જ કર્યો. રામાનુજાચાર્યે આજથી એક હજાર વર્ષ પહેલાં આભડછેટનો મનોરોગ ચરમસીમાએ હતો ત્યારે અછૂતોને શિષ્યો બનાવ્યા. અછૂતોને પોતાના ઘરે જમવા બોલાવતા. કુંભકોણમ નામના સ્થાને ધર્મ-વાદવિવાદમાં રામાનુજાચાર્યનો વિજય થયા પછી તેઓ તિરુવલ્લી ગયા. જ્યાં તેમનો મુકામ હતો. ત્યાં એક ચાંડાળ જાતિની સ્ત્રી સાથે તેમનો સંવાદ થયો. એમને લાગ્યું કે તે સ્ત્રીની માનસિક સ્થિતિ ઘણી જ ઉન્નત હતી. તેમણે સૌની સામે કહ્યું, ‘હે ચાંડાળ મહિલા, મને ક્ષમા કર, મારા કરતાં તું વધારે પવિત્ર છે.’ કહીને તત્ક્ષણ તેમણે તેની મૂર્તિ બનાવડાવી ત્યાંના મંદિરમાં સ્થાપિત કરી. એ મૂર્તિ આજે પણ ત્યાંના મંદિરમાં છે. ધનુર્વાસ અછૂત હતો, પરંતુ રામાનુજાચાર્યે તેને પોતાનો શિષ્ય બનાવ્યો. તેના પ્રત્યે એટલો પ્રેમ હતો કે નદીમાં સ્નાન કરવા જતી વખતે પોતાના ‘દશરથી’ નામના શિષ્યના ખભે હાથ મૂકીને જતા પરંતુ સ્નાન કરી પાછા ફરતાં ધનુર્વાસના ખભા ઉપર હાથ મૂકીને આવતા.
આનો હેતુ એ હતો કે તેઓ અસ્પૃશ્યતાનો અસ્વીકાર કરતા હતા. યાદવગીરી ઉપર રામાનુજાચાર્યે નારાયણનું મંદિર બનાવડાવ્યું. તેમાં તમામ અછૂત લોકોને પ્રવેશ મળે તેવી યોજના હતી. મંદિરની નજીકનાં તળાવમાં બધા જ અંત્યજોને સ્નાન કરવાની અને મંદિરમાં દેવદર્શન કરવાની પણ સ્વતંત્રતા હતી.
રામાનુજાચાર્ય કહેતાં કે દરેકનાં દુ:ખ દૂર કરવાં માટે મારે એકલાએ નરકમાં જવું પડે તો તે નરકને પણ હું રાજીખુશીથી સ્વીકારીશ. માધવ સામે તમામ મનુષ્ય સમાન છે. તમામ જાતિઓને તેમના નામ સ્મરણનો અધિકાર છે. નાત-જાતના ભેદભાવ વગર બધા જ તેમના મંદિરમાં પ્રવેશ કરી શકે છે. રામાનુજાચાર્યે મંદિરોમાં દલિતોને પ્રવેશ અપાવ્યો. તેમણે નીચલી જાતિના લોકોને વૈષ્ણવધર્મી બનાવ્યા. તેમણે કેટલાકને મંદિરમાં પૂજારી બનવાની તક પણ આપી હતી. રામાનુજાચાર્યએ અંત્યજોને પણ વૈષ્ણવ ધર્મની દીક્ષા આપી સંસ્કારયુક્ત કર્યા. તેમણે લોકોને એ સમજાવ્યું કે ઈશ્વરને પામવા માટે માત્ર જ્ઞાન કે અઘરા યોગની જરૂર નથી. પરમાત્મા તો બસ પ્રેમ અને શુદ્ધ ભક્તિથી જ ભક્તને વશ થઈ જાય છે.
રામાનુજાચાર્યે સમાજના દરેક વર્ગને સમાન માનવાનું દર્શન આપ્યું હતું. તેમણે રાષ્ટ્રીયતા, લિંગ, ધર્મ, જાતિ અથવા પંથના આધારે ભેદભાવનો વિરોધ કર્યો હતો. એક હજાર વર્ષ પહેલાં રામાનુજાચાર્યે સમાજમાં ભારતીય સમાજમાં પરિવર્તનની હાકલ કરી હતી. તે સમયે સમાજ છૂત-અછૂત અને જાતિ આધારિત બદીઓથી જકડાયેલો હતો. તેમણે પછાત લોકોને મંદિરમાં પ્રવેશ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે બધા જ પ્રકારના ભેદભાવનો અસ્વીકાર કરતા મંદિરોના દ્વાર બધા જ લોકો માટે ખોલવાની પહેલ કરી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક આચાર્ય સહજાનંદ સ્વામીએ પણ રામાનુજાચાર્યની જ પ્રણાલિકા આગળ વધારીને તમામ જાતિઓને પોતાના સંપ્રદાયમાં સ્થાન આપ્યું હતું. શિક્ષાપત્રીમાં તે અંગે સ્પષ્ટ ઉલ્લેખ છે.
- Advertisement -
ઇૈંશ્રઞડષિર્ળૈઉૂંફળજ્ઞ: પ્ળપ્તેશ્ર્નટૂબલપિળરુબઇંજ્ઞઉંબજ્ઞ।
ઢળર્રૂીરુણટ્ટર્રૂૈખળજ્ઞદ્વમૃક્ષૂઞ્જર્રૂૈબબળચળડળેરુદ્યઘળરુટરુધ: ॥41॥
ટણ્ળૂઉંળજ્ઞક્ષખિધ્ડણજ્ઞણખધ્ડણજ્ઞણળઠમળવફજ્ઞ: ।
ઇંળ્રૂહ્ણક્ષુઘળમરુયશ્જ્ઞણઇંજ્ઞયફળરુડ્રૂૂટજ્ઞણખ॥42॥
ટધ્પદ્વ્રૂઊમઇંટૃવ્ર: ક્ષૂઞ્જ્રૂત્વ્રજ્ઞઞખધ્ત્ઇં: ।
ઇૂંક્રઇૂંપજ્ઞણળઠમળમૈણ્ળળજ્ઞફળઢળબહ્રપપ્લિળરુડણળ॥43॥
લખ્રગુત્ળ: ઇૈંશ્રઞધુળ્રૂજ્ઞટેશ્ર્નટૂપળબળજ્ઞદ્વમૃક્ષૂઞ્જ્રૂઇંજ્ઞ।
રુદ્યઘળરુટમથ્ળફઞ્રિૂજ્ઞરુણઘઢર્પીરૂર્લૈાશ્ર્નઠટે: ॥44॥
ધુેશ્ર્નટરુડટફેપળૃબજ્ઞખધ્ડણળડધ્ઢિણળજ્ઞદ્દમજ્ઞ।
ઢળર્રૂીઇંઞ્છજ્ઞબબળચજ્ઞઽઠઇંળ્રૂૃ: ઇંજ્ઞમબખધ્ત્ઇં: ॥45॥
રુઠ્ઠક્ષૂઞ્જ્રૂ્યત્ળષઢૈરુટર્રૂીરર્ળૈશ્ર્ન્રૂળટ્ટશ્ર્નમઇૂંબળઉંટળ।
ટેશ્ર્નટૂરુમપ્ળરુડરુધ: ્ળરુક્ષણટ્ટ્રૂળગ્રળલળપડળરુહ્મળટે: ॥46।
અર્થાત ધર્મવંશી ગુરુથકી શ્રીકૃષ્ણની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ણના અમારા સત્સંગી તેમણે કંઠને વિષે તુલસીની બેવડી માળા નિત્યે ધારવી અને લલાટ, હૃદય અને બે હાથ એ ચારે ઠેકાણે ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું અને તે તિલક જે તે ગોપીચંદને કરીને કરવું અથવા ભગવાનની પૂજા કરતાં બાકી રહ્યું અને કેસર કુંકુમાદિકે યુક્ત એવું જે પ્રસાદી ચંદન તેણે કરીને તિલક કરવું. તે તિલકના મધ્યને વિષે જ ગોળ એવો જે ચાંદલો તે જે તે ગોપીચંદને કરીને કરવો અથવા રાધિકાજી અને લક્ષ્મીજી તેનું પ્રસાદી એવું જે કુંકુમ તેણે કરીને તે ચાંદલો કરવો.અને પોતાના ધર્મને વિષે રહ્યા અને શ્રીકૃષ્ણના ભક્ત એવા જે શુદ્ર તેમણે તો તુલસીની માળા અને ઊર્ધ્વપુંડ્ર તિલક તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યની પેઠે ધારવાં અને તે શુદ્ર થકી બીજા જે જાતિએ કરીને ઉતરતા એવા ભક્તજન તેમણે તો ચંદનાદિક કાષ્ઠની જે બેવડી માળા તે ભગવાનની પ્રસાદી કરાવીને કંઠને વિષે ધારવી અને લલાટને વિષે કેવળ ચાંદલો કરવો પણ તિલક ન કરવું. જે બ્રાહ્મણાદિકને ત્રિપુંડ્ર જે આડું તિલક કરવું તથા રુદ્રાક્ષની માળા ધારવી એ બે વાનાં પોતાની કુળ પરંપરાએ કરીને ચાલ્યાં આવ્યાં હોય અને તે બ્રાહ્મણાદિક અમારા આશ્રિત થયા હોય તો પણ તેમણે તે ત્રિપુંડ્ર અને રુદ્રાક્ષનો કયારેય ત્યાગ ન કરવો. આટલી સ્પષ્ટ વાત સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સહજાનંદ સ્વામીએ કરી હોય તેવા સંજોગોમાં આ જ સંપ્રદાયના આજના સંત કેમ જાતિવાદ ફેલાવી રહ્યા છે એ સમજમાં આવી રહ્યું નથી. શું સ્વામિનારાયણ સંપ્રદાયના આજના સંતો પોતાને સહજાનંદ સ્વામીથી પણ સર્વોપરી ગણે છે?
સ્વામિનારાયણ સંપ્રદાયના એક લબ્ધ-પ્રતિષ્ઠિત સ્વામી એમના વાણી-વિલાસમાં કહે છે કે અહીંયા બેઠેલા બધાંયને મારી વિનંતી છે કે ઉદ્યોગોમાં તો આગળ વધો જ પણ આપણા (એટલે કે પાટીદારોના) કલેક્ટરો અને કમિશ્નરો થવા જોઈએ. સરકારી કચેરીમાં જઈએ ને કહીએ કે પરમાર સાહેબ આવશે. તો પરમાર સાહેબ માટે પાટીદાર બહાર બેસે. રાઠોડ સાહેબ આવશે… પરમાર સાહે આવશે…અરે આખું ગામ આપણને બધું પૂછીને કામ કરતું ને હવે આપણે આ બધાને પૂછીને કામ કરવાનું? આ દશા આપણી આવી છે અને એ બધાની વચ્ચે આપણો સમાજ કેમ આગળ વધશે?
સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ ફિરકાઓના આધુનિક સંતો દ્વારા આ રીતે જાતિવાદનું ઝેર ઓકવામાં આવી રહ્યું છે. આ એ સંપ્રદાય છે કે જેને તમામને સરખા ગણ્યા છે. પછાત અને નીચલી જાતિઓના ઉત્કર્ષ માટે કાર્ય કર્યું છે. એ સંપ્રદાયના સંતગણ આવો વાણી-વિલાસ કરીને કટ્ટર જાતિવાદ ઊભો કરીને સનાતન હિંદુ ધર્મને વિભાજિત કરવાનું કાર્ય કરે તે સાંખી લેવાય નહીં. ભારતના બંધારણ અનુસાર પણ સર્વ નાગરિક સમાન છે. તેનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે. આ કેવી રીતે ચલાવી લેવાય?
રામાનુજાચાર્યજી જેવા ઋષિઓનું તપ છે. તેમના દ્વારા શરુ કરાયેલા અને અવિરલ ચાલતા સામાજિક જાગરણના પુણ્ય પ્રવાહનો પ્રતાપ છે કે આપણી શ્રદ્ધા હંમેશા આપણા ગૌરવશાળી ઈતિહાસ પર અડગ રહી, આપણા આચરણ, રીત-રિવાજ અને પરંપરાઓ સમયાનુકુળ બનતા ગયા. સનાતન હિંદુ ધર્મના વિચારો હંમેશા સમયથી જરા હટકે રહ્યા છે. એ જ કારણે આપણો સમાજ યુગયુગથી સતત ઉર્ધ્વગામી રહ્યો. આ જ એ અમરત્વ છે જેનાથી આપણી સંસ્કૃતિ ચિરપુરાતન હોવા છતાં પણ નિત્યનૂતન બનેલી રહી છે. આથી જ સ્વામિનારાયણ સંપ્રદાય કે જેને સમાજ માટે અનેક કલ્યાણકારી સેવાકાર્યો કર્યા છે અને તેને કારણે ગુજરાતે અઢળક પ્રેમ આપ્યો છે અને ખુલ્લા મનથી સ્વીકાર્યો છે ત્યારે હવે સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ ફિરકાઓના ઉચ્ચ કોટિના સંતોની ફરજ બને છે કે તેઓ જાહેરમાં આવીને જે કઈં થયું છે તે બદલ દિલગીરી વ્યક્ત કરીને ફરી એક વખત સનાતન હિન્દુ ધર્મ માટે સૌહાર્દનું વાતાવરણ ઊભું કરે. હવે પહેલ સ્વામિનારાયણ સંપ્રદાયના ઉચ્ચ કોટિના સંતો તરફથી જ થવી અનિવાર્ય છે.