રાજકોટમાં મોટી દુઘર્ટના સહેજ અટકી ગઈ: લારી ચાલકને ઈજા, લોકોના ટોળેટોળા ઉમટ્યા
શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક આવેલી સોમનાથ સોસાયટીમાં સ્કોર્પિયો ચાલકે અકસ્માત સર્જ્યો હતો. પૂરપાટ ઝડપે આવતી સ્કોર્પિયો કારે રેકડી, બાઈક, સાયકલને કચડી નાખ્યા હતા અને ધડાકાભેર દીવાલમાં અથડાઈ હતી. જેને લઈને લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. કારચાલકે લારીને ઠોકર મારતા તેનાથી લારીચાલક ઈજાગ્રસ્ત થયો હતો. હાલ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
- Advertisement -
ઘટનાને પગલે પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. આ સમગ્ર ઘટનાના ઈઈઝટ વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં દેખાઈ રહ્યું છે કે પુરપાટ ઝડપે આ સ્કોર્પિયો કાર આવી રહી છે. જોકે અનેક બાઇકને પણ મોટી સંખ્યામાં નુકશાન પહોંચાડ્યું છે. સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી. બેફામ ચાલક સામે પોલીસ તાત્કાલિક કાર્યવહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. હાલ આ ઘટનાને પગલે આસપાસના સ્થાનિકોમાં પણ રોષ વ્યાપી ગયો છે.