બોલીવુડ સ્ટાર આમિર ખાનની લેટેસ્ટ તસ્વીરો જોયા બાદ સોશિયલ મીડિયાના યુઝર્સનુ માથુ ચકરાઈ ગયુ છે. આમિર હાલમાં પોતાની ઑફિસ પર પૂજા અને આરતી કરતા દેખાયા. તેમની સાથે તેમની પૂર્વ પત્ની કિરણ રાવ પણ હતી. આ તસ્વીરોમાં આમિરનુ લુક લોકોને સાઉથના સ્ટાર જગપતિ બાબૂની યાદ અપાવી રહ્યું છે.
આમિર ખાને કરી પૂજા
- Advertisement -
સોશિયલ મીડિયામાં આમિરની નવી તસ્વીરો વાયરલ થઇ રહી છે, જેમાં તેઓ પોતાની કંપની, આમિર ખાન પ્રોડક્શન્સની ઑફિસમાં પૂજા કરતા દેખાઈ રહ્યાં છે. લાલ સિંહ ચડ્ઢાના ડાયરેક્ટર અદ્વૈત ચંદને ઈન્સ્ટાગ્રામ પર પૂજાની તસ્વીરો શેર કરી. જેમાં આમિર કળશ પૂજન કરી રહ્યાં છે. પૂજા બાદ તેઓ આરતી પણ કરી રહ્યાં છે અને તેમાં તેમની સાથે તેમની પૂર્વ પત્ની કિરણ રાવ પણ છે.
View this post on Instagram- Advertisement -
આમિર ખાન અથવા શક્તિ કપૂર?
આ તસ્વીરોમાં આમિરના વાળ, દાઢી અને મૂંછ બધુ વ્હાઈટ દેખાઈ રહ્યું છે. પૂજા કરતી વખતે આમિરે એક નહેરૂ ટોપી પહેરી છે અને ગળામાં ખેસ પહેર્યો છે. સોશિયલ મીડિયામાં આમિરના આ ઑલ-ગ્રે લુક પર જનતાની કોમેન્ટ્સ ખૂબ રસપ્રદ છે. એક યુઝરે લખ્યું, મેં નામ નહોતુ વાંચ્યુ અને મને લાગ્યુ કે શક્તિ કપૂર છે. તો બીજા એક યુઝરને સાઉથના અભિનેતા જગપતિ બાબૂની યાદ આવી ગઇ છે. જેનો લુક આવો છે. બીજા એક યુઝરે લખ્યું, ભાઈ આ તો સાઉથ એક્ટર જગપતિ બાબૂ જેવા લાગી રહ્યાં છે.
View this post on Instagram