ખાસ-ખબર સંવાદદાતા
આજ રોજ એસ પી જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ ગોંડલ તાલુકા ખાતે આવેલ વિદ્યામંદિર સ્કૂલમાં રોડ સેફટી બાબતે કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. અને રોડ સેફટી માસ જેમાં આંખનું ચેકઅપ, બ્લડ ડોનેશન કેમ્પ, વાહનોની પાછળ રેડિયમ લગાવવા, સ્કૂલ અને કોલેજમાં રોડ સેફટી બાબતે જાગૃતિ લાવવી, ડ્રાઈવરોને તાલીમ આપવી, અક્સમાત ચિત્ર પ્રદર્શન,ગામના લોકો ને રોડ સેફ્ટી બાબતે જાગૃતિ લાવવી જેવા કાર્ય કર્મો શ્રી કે એમ ખપેડ અને શ્રી જે વી શાહ અને ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવેલ. અને આજ રોજ રોડ સેફટી માસ સમાપન બાબતે લોકોમાં રોડ સેફટી બાબતે જાગૃતિ આવે તે હેતુ થી સ્કૂલ બાળકો અને પોલીસ જવાનો, ઝછઇ સહીત રોડ રેલીમાં જોડાઈ ગોંડલ તાલુકામાં સડક સુરક્ષા, જીવન રક્ષા જેવા નારા લગાવી જાગૃતિઆવે તેવા પ્રયાસો કરવામાં આવેલ હતા.
ગોંડલ તાલુકા ખાતે આવેલા વિદ્યામંદિર સ્કૂલમાં રોડ સેફટી કાર્યક્રમ યોજાયો
