ખાસ-ખબર સંવાદદાતા
ગીર-સોમનાથ જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત આઈ.ટી.આઈ વેરાવળ ખાતે આર.ટી.ઓ દ્વારા રોડ સેફ્ટી માર્ગદર્શક સેમિનાર યોજાયો હતો. જેમા વિદ્યાર્થીઓ રોડ સેફ્ટીના નિયમોનુ પાલન વિશે જાણકારી મેળવે તેમજ રોડ સેફટીના નિયમોનુ મહત્વ સમજીને અમલવારી કરે તેવા શુભ હેતુસર
આર.ટી.ઓ ઈન્સ્પેકટર શ્રી ટાંક દ્વારા વિદ્યાર્થીઓને રોડ સેફ્ટી અંતર્ગત વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ હેલ્મેટ, સિટબેલ્ટ, વિવિધ સિમ્બોલ્સ અને તેમનો ઉપયોગ મહત્વ સહિતની તકેદારી રાખવાની તમામ બાબતો સમજાવી હતી.તેમજ વિદ્યાર્થીઓએ પણ ટ્રાફિક રૂલ્સ રેગ્યુલેશનના નિયમો પાળવા તત્પરતા બતાવી હતી.આ તકે આઈ.ટી.આઈના હરેશભાઈ વાળા,આરટીઓના માંગુકિયા સહિતના આઈ.ટી.આઈ સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.