એસડીએમ, ડીવાયએસપી, મામલતદાર, પીઆઈ સહિતના અધિકારીઓની હાજરીમાં કરોડો રૂપિયાનો દારૂનો નાશ
ખાસ-ખબર ન્યૂઝ વીરપુર
- Advertisement -
રાજકોટ જિલ્લાના વીરપુર ખાતે 31 ડીસેમ્બર પહેલા જેતપુર ડિવિઝન હેઠળના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશનના ગુનાઓ હેઠળ જપ્ત કરવામાં આવેલો કરોડોની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો આજે પોલીસ અને વહીવટી તંત્રની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો. વીરપુરના મેવાસા રોડ પરના ખુલ્લા મેદાનમાં હજારો દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી તેને જમીનદોસ્ત કરવામાં આવી હતી. વીરપુર સહિત ચાર પોલીસ સ્ટેશનનો વિદેશી દારૂનો મુદ્દામાલ એકત્ર કરાયો જેતપુર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક રોહીતસિંહ ડોડિયા (ઉુજઙ) એ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, જેતપુર ડિવિઝન હેઠળ આવતા મુખ્ય ચાર પોલીસ સ્ટેશન જેમાં વીરપુર પોલીસ સ્ટેશન,જેતપુર સીટી પોલીસ સ્ટેશન,જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન,ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન આ ચારેય વિસ્તારોમાં પ્રોહિબિશનના કુલ 63 જેટલા ગુનાઓ નોંધાયા હતા, જેમાં પકડાયેલા દારૂના જથ્થાની વિગત કુલ બોટલની સંખ્યા: 22,588 નંગ (વિદેશી દારૂ અને બિયર)
અંદાજિત કિંમત: ₹ 2,11,97,399 (બે કરોડ અગિયાર લાખ સત્તાણું હજાર ત્રણસો નવાણું રૂપિયા)નો દારૂનો જથો ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કાર્યવાહી કરવામાં આવી હતી,
આ નાશ કરવાની પ્રક્રિયા માટે નિયત કરવામાં આવેલી કમિટીના અધ્યક્ષ અને ગોંડલ એસ.ડી.એમ. (જઉખ) રાહુલ ગમારાની અધ્યક્ષતામાં આ સમગ્ર કામગીરી કરવામાં આવી હતી. આ તકે જેતપુર ઉુજઙ રોહીતસિંહ ડોડીયા,જેતપુર મામલતદાર બાખલખિયા તેમજ એક્સસાઈઝ વિભાગના અધિકારીઓ તેમજ વીરપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (ઙઈં) એસ.જી.રાઠોડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. થર્ટી ફસ્ટને લઈને સમગ્ર રાજ્યમાં દારૂબંધીના ચુસ્ત અમલ માટે પોલીસ દ્વારા કરવામાં આવતી આ કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તમામ મુદ્દામાલને રોડ રોલર અને જેસીબીની મદદથી તોડીને તેનો સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો હતો.



