બહુ ઓછા લોકો એવા હશે કે જેમને મરચા અને ખાસ કરીને લાલ ચટ્ટાક તીખા મરચા ખાવાનો શોખન હોય તેમાંય સૌરાષ્ટ્ર ના ગોંડલ ના મરચાની જુગલબંધી ગાંઠિયા સાથે અનેરી જ છે અહીં તો આખા વર્ષનું મરચું એકસાથે બનાવી લેવાની ગૃહિણીઓની પરંપરા પણ ખરી જ ગોંડલીયા મરચા સૌરાષ્ટ્ર ના સીમાડા વટાવી દેશ વિદેશની સફર કરતા જ હોય છે અહીં કોટડાસાંગાની અને રામોદ નાના મોટા માંડવા ગામનું મરચું સારૂ એવું લોકપ્રિય છે હાલ ખેડૂતો તૈયાર થયેલું મરચું સુકવણી કરવા ખેતરમાં લીલી જાજમ વચ્ચે લાલ જાજમ ની અનોખી ભાત પાડી છે અહીં કેવી મરચાની સોડમ પથરાયેલા હશે તેની કલ્પના માત્ર થી રસિકોના મોંમાં પાણી લાવી દેવા પૂરતી છે.
મોંમાં પાણી લાવી દે તેવા ચટાકેદાર મરચાંની સવારી બજારમાં આવવા તૈયાર

Follow US
Find US on Social Medias