રિક્ષા ભાડું રૂા. 20 નક્કી થયું ત્યારબાદ રિક્ષા ચાલકે 200 માંગી હુમલો કરી રોકડ રકમ લૂંટી લીધી
બન્ને લૂંટારુ યુવકનો રોકડ, થેલો અને મોબાઇલ લઇ નાસી ગયા
- Advertisement -
આરોપી સામે રાજકોટ, જામનગર અને ગાંધીનગરના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ ચુક્યો છે
કોડીનારના વતની સાથે લૂંટ ચલાવનાર આરોપી આરીફ ઉર્ફે મીનીબાપુ શેખ અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.
અગાઉ રાજકોટ, જામનગર અને ગાંધીનગરના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ ચુક્યો છે. અને ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. હાલ પોલીસે ધરપકડ કરી લોખંડનો પાઈપ અને રોકડ રકમ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં લૂંટની ઘટના બનતા ફફડાટ ફેલાયો છે. શહેરમાં ગુનામાં વધુ પડતી રીક્ષાઓનો ઉપયોગ થતો હોય ગુનાખોરી ઘટાડવા ટ્રાફિક પોલીસે રીક્ષામા નિર્ભય સવારી અંતર્ગત ટી નંબર પ્લેટ લગાવવાનો પ્રારંભ કર્યો છે ત્યારે જ રીક્ષા ગેંગ બેલડીએ કોડીનારના યુવકને માર મારી રોકડ- ફોન લૂંટી લીધાની ઘટના સામે આવી છે. મૂળ કોડીનારનો વતની અને હાલ મેટોડા રહી કોમ્પ્યુટર રીપેરીંગનું કામ કરતો મનીષભાઈ બુધવારે રાત્રે કોડીનાર જવા નીકળ્યો હતો હોસ્પિટલ ચોકથી રેલ્વે સ્ટેશન જવા રીક્ષા અટકાવી રૂ.20 ભાડું નક્કી કરી બેઠો હતો પરંતુ રિક્ષાચાલકે ત્યાં પહોચી 200 માંગ્યા હતા મનીષે નક્કી થયા મુજબનું જ ભાડું આપીશ તેમ કહેતા રિક્ષા ચાલક અને તેની સાથેના શખ્સે ગાળો ભાંડી માથામાં પાઈપ ફટકારી દીધો હતો અને છરીથી હુમલો કરી પર્સ જેમાં 8300 રોકડા હતા તે અને ફોન લૂંટી લીધા હતા હોસ્પીટલે ખસેડાતા પ્રદ્યુમન નગર પોલીસે લૂંટનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.