ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લામાં એક્સેસીબીલીટી ઓબ્ઝર્વર તરીકે નીમાયેલા જેનું દેવને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ચૂંટણી સાથે સંબંધિત જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં એક્સેસીબીલીટી ઓબ્ઝર્વરએ જીલ્લામાં દિવ્યાંગો માટે કરવામાં આવેલી તથા આગામી સમયમાં ઉભી કરવાની થતી સુવિધાઓના આયોજનની સરાહના કરી હતી અને જરૂરી સૂચનો કર્યા હતા. આ ઉપરાંત ચૂંટણીમાં કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ કે સિનિયર સિટીઝન્સ મતદાનથી વંચિત ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવા અંગે સુચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જી.ટી પંડ્યા, નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, મોરબી પ્રાંત અધિકારી, હળવદ પ્રાંત અધિકારી, ઙઠઉ નોડલ અધિકારી અને ઈન્ચાર્જ સમાજ કલ્યાણ અધિકારી સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક બાદ એક્સેસીબીલીટી ઓબ્ઝર્વરએ જીલ્લામાં 67-વાંકાનેર વિધાનસભામાં આવતા મતદાન મથકો તથા બુથની મુલાકાત લીધી હતી. તેમણે દરેક મતદાન મથકો પર આગામી ચૂંટણીના સમયે દિવ્યાંગો માટે અને 80 વર્ષની ઉંમરથી ઉપરના સિનિયર સિટીઝન્સ માટે કરવામાં આવનારી રેમ્પ, વ્હીલચેર તેમજ વાહનોની વ્યવસ્થાની ચકાસણી કરી હતી જે મુલાકાત દરમિયાન મુખ્ય ચુંટણી અધિકારી અને પ્રાંત અધિકારી વાંકાનેર, મામલતદાર વાંકાનેર અને ઙઠઉ નોડલ અધિકારી મોરબી તેમની સાથે જોડાયા હતા.