ગીર સોમનાથ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર ડી.ડી.જાડેજાના અધ્યક્ષસ્થાને આર.ઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી લોકસભા ચૂંટણીને લક્ષમાં લેતા ચૂંટણીલક્ષી મુદ્દાઓ તેમજ પંચાયત, પૂરવઠા, મહેસુલ, મહેકમ જેવા વિવિધ વિભાગને લગતા પ્રશ્ર્નોનો ત્વરિત નિકાલ માટે કલેક્ટર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચૂંટણીલક્ષી મુદ્દાઓનો ઉલ્લેખ કરતા કલેક્ટરશ્રીએ મતદારયાદીમાં કોઈ બાકી ન રહી જાય, ઈવીએમ/વીવીપેટ અંગે પૂરતી તાલિમ, સ્ટાફ અંગેની વિગતો, ટેન્ડરિંગ પ્રક્રિયા, ચૂંટણીલક્ષી તાલિમ, તમામ બૂથો પર પીવાના પાણી સહિતની પ્રાથમિક સવલતો ગોઠવવા જેવી બાબતો પર તમામ આર.ઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી.
ગીર સોમનાથ કલેકટરના અધ્યક્ષ સાથે ચૂંટણીલક્ષી ROની સમીક્ષા બેઠક યોજાઈ
Follow US
Find US on Social Medias