નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ આ કંપનીઓ પર નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો
નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા ઝોમેટો અને સ્વિગીની નવી 10-મિનિટની ફૂડ ડિલિવરી એપ્સ સામે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાનો સંપર્ક કરી શકે છે. એનઆરએઆઈ ફૂડ ડિલિવરી કંપનીઓ સામે કાનૂની કાર્યવાહી કરવા ગંભીરતાથી વિચારી રહી છે.
- Advertisement -
ઉદ્યોગનાં વરિષ્ઠ અધિકારીઓ આ બાબતે ચર્ચા કરવા ઝોમેટો અને સ્વીગી એક્ઝિક્યુટિવ્સને મળ્યાં પછી આગળનાં પગલાં નક્કી કરવા એનઆરએઆઈ આજે ટાઉન હોલ મીટિંગમાં તેનાં સભ્ય રેસ્ટોરન્ટ્સ સાથે આ બાબતે ચર્ચા કરશે. ઝોમેટોની કંપની બ્લીંકીટએ તાજેતરમાં ’બ્રીસ્ત્રો નામની સ્ટેન્ડઅલોન એપ લોન્ચ કરી છે અને સ્વીગીએ ’સ્નેક્સ’ નામની સ્ટેન્ડઅલોન એપ લોન્ચ કરી છે. આ બંને એપ 10 મિનિટમાં ભોજન પહોંચાડવાનું કામ કરે છે.
એનઆરએઆઈ દાવો કરે છે કે, આ કંપનીઓ આ સેવા માટે ખાનગી લેબલનો ઉપયોગ કરી રહી છે, જે તેમનાં રેસ્ટોરન્ટ પાર્ટનર્સ માટે ચિંતાનું કારણ બની રહી છે. તેનો મતલબ એ છે કે, 10 મિનિટની આ એપ એ રેસ્ટોરાંની ઓળખ છુપાવી રહી છે જ્યાંથી તે ફૂડ આઈટમ લઈ રહી છે. વાહ મોમો રેસ્ટોરન્ટ ચેઇનના સહ-સ્થાપક અને સીઇઓ ડારિયાનીએ જણાવ્યું હતું કે, બે ફૂડ ડિલિવરી જાયન્ટ્સનું તેમનાં પોતાનાં ઝડપી પ્લેટફોર્મ દ્વારા પ્રાઇવેટ-લેબલ ફૂડ પહોંચાડવાનું પગલું મૂળભૂત રીતે બજારનાં સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે. દરિયાનીએ કહ્યું કે, અમે એ વાત સાથે બિલકુલ સંમત નથી કે ઝોમેટો અને સ્વીગી ખાનગી લેબલિંગ કરી રહ્યાં છે અને ખાદ્યપદાર્થોનું વેચાણ જાતે કરી રહ્યાં છે.
તેમણે કહ્યું કે, ઝોમેટો અને સ્વીગી તેમનાં નેટવર્ક ડેટાનો સીધો અથવા તેમની પેટાકંપનીઓ દ્વારા લાભ લઈને ખાનગી લેબલ ફૂડ ડિલિવરીમાં પ્રવેશ કરી રહ્યાં છે. દરિયાનીએ કહ્યું કે અમે 10 મિનિટની એપની સુવિધાના વિરોધમાં નથી. અમે ઈચ્છીએ છીએ કે આ કંપનીઓએ રેસ્ટોરાં સાથે મળીને કામ કરવું જોઈએ. આ કંપનીઓ દ્વારા 10 મિનિટમાં ફૂડ ડિલિવરી કરવા અંગે અગાઉ પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યાં હતાં. સૌથી મોટો પ્રશ્ન ગુણવત્તાનો છે. ઓર્થોપેડિક સર્જન અને ન્યુટ્રીબાઈટ વેલનેસના સહ-સ્થાપક ડો. મનન વોરાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે ’10 મિનિટમાં ખોરાક પહોંચાડવા માટે, તેને 3 મિનિટ કે તેનાથી ઓછા સમયમાં રાંધવું પડે છે.
- Advertisement -
આ ત્યારે જ શક્ય બને છે જ્યારે અલ્ટ્રા પ્રોસેસ્ડ, ખાવા માટે તૈયાર ખોરાક આપવામાં આવે. પૂર્વ-રાંધેલા, સ્થિર, માઇક્રોવેવ્ડ ખોરાકથી કેન્સરનું જોખમ 12 ટકા વધી જાય છે.




