ભારતે ગઈકાલે રમાયેલી મહિલા T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે શાનદાર વિજય મેળવ્યો હતો. પાકિસ્તાનને હરાવીને ભારતે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો અને મહિલા વર્લ્ડ કપમાં આવું કરનાર એકમાત્ર ટીમ બની છે.
ગઈકાલે ક્રિકેટની બે કટ્ટર હરિફ વચ્ચે મહામુકાબલો રમાયો હતો. ભારતની મહિલા ટીમે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમને કચડી નાખી હતી. ભારતીય મહિલા ટીમે શાનદાર પ્રદર્શન કરીને જીત હાસંલ કરી હતી. આ સાથે મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે અને મહિલા વર્લ્ડ કપમાં આવું કરનાર એકમાત્ર ટીમ બની છે.
- Advertisement -
બોલરો અને બેટરોએ કર્યું શાનદાર પ્રદર્શન
ગઈકાલે ભારતીય ટીમે મહિલા T20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાનને હરાવીને પોતાની જીતનું ખાતું ખોલ્યું હતું. ટીમ ઈન્ડિયાને તેની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 58 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાન સામેની મેચમાં ભારતીય ટીમના બોલરો અને બેટરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. સૌપ્રથમ તો શ્રેયંકા પાટિલ અને અરુંધતિ રેડ્ડીની શાનદાર બોલિંગના કારણે ભારતીય ટીમ પાકિસ્તાનને માત્ર 105 રન સુધી જ રોકવામાં સફળ રહી હતી. આ પછી શેફાલી વર્મા અને હરમનપ્રીતની બેટિંગના કારણે ટીમે આસાનીથી ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
ભારતીય મહિલા ટીમે આ રેકોર્ડ બનાવ્યો
- Advertisement -
મહિલા T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમ સામે ભારતીય ટીમની આ છઠ્ઠી જીત છે. બંને ટીમો વચ્ચે કુલ 8 મેચ રમાઈ છે જેમાંથી પાકિસ્તાન માત્ર બેમાં જ જીત્યું છે. ભારતીય ટીમ એકમાત્ર એવી ટીમ છે જેણે મહિલા T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે 6 મેચ જીતી છે. મહિલા T20 વર્લ્ડ કપમાં આજ સુધી કોઈ ટીમ પાકિસ્તાન સામે આટલી મેચ જીતી શકી નથી. ભારતે ઈંગ્લેન્ડને પાછળ છોડી દીધું છે. મહિલા T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાન સામે પાંચ મેચ જીતી છે. હવે ટીમ ઈન્ડિયા આગળ નીકળી ગઈ છે.
અરુંધતી રેડ્ડીએ ત્રણ વિકેટ ઝડપી
ભારત સામેની મેચમાં પાકિસ્તાની મહિલા ટીમમાં માત્ર ચાર બેટરો જ બે આંકડા સુધી પહોંચી શકી હતી. જેમાં મણિબા અલી (17 રન), નિદા દાર (28 રન), ફાતિમા સના (13 રન), સૈયદા આરુવ શાહ (14 રન)નો સમાવેશ થાય છે. આ ખેલાડીઓ સિવાય બાકીના બેટરોનું પ્રદર્શન સારુ રહ્યું ન હતું. જેના કારણે ટીમ 20 ઓવરમાં 105 રન બનાવી શકી હતી. ભારત તરફથી અરુંધતી રેડ્ડીએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી.
શેફાલી વર્માએ સૌથી વધુ રન બનાવ્યા
ઓછા ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના માત્ર 7 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ પછી શેફાલી વર્મા (32 રન), જેમિમાહ રોડ્રિગ્ઝ (23 રન), હરમનપ્રીત કૌર (29 રન)એ ટૂંકી પણ શાનદાર ઈનિંગ રમીને ટીમને જીતાડી હતી.