લગ્નની લાલચ આપી અલગ અલગ હોટલોમાં લઈ જઈ આચરેલું કૃત્ય
સંબંધ તોડી નાખ્યા બાદ પરિવારને આપવિતી વર્ણવતા પ્રનગર પોલીસે ગુનો નોંધ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરમાં વધું એક દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે જેમાં વિધર્મીએ અભ્યાસ કરતી યુવતીને ફસાવી અલગ અલગ હોટલોમાં લઈ જઈ લગ્નની લાલચ આપી દેહ અભળાવ્યો હતો. બાદમાં આરોપીએ સબંધ તોડી નાંખતા યુવતીએ પોતાની આપવીતી પરીવાર સમક્ષ ઠાલવતા પરીવાર પોલીસ પાસે દોડી ગયો હતો અને પ્ર. નગર પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
- Advertisement -
રાજકોટમાં રહેતી અને અભ્યાસ કરતી 21 વર્ષીય યુવતીએ કાલાવડ રોડ 25 વારિયા ક્વાટરમાં રહેતા રિઝવાન ઇસમાઇલ માંડરિયા ઉ.25 સામે પ્ર. નગર પોલીસ મથકમાં દુષ્કર્મ સહિતની કલમ હેઠળ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપીએ તેમની સાથે મીત્રતા કેળવી હતી.જે બાદ બંને સાથે ફરવા જતાં હતાં. દરમિયાન વિધર્મી આરોપીએ યુવતીને તેમની સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી. જે બાદ આરોપી યુવતીને રેલ્વે જંકશન પાસે આવેલ અલગ અલગ હોટલમાં લઇ ગયો હતો. જયાં તેમની સાથે તેણીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું. જે બાદ અવારનવાર તેણીને હોટલમાં લઈ જઈ શરીર સંબંધ બાંધ્યો હતો વિધર્મીએ પોતાનો સ્વાર્થ પૂરો થતાં યુવતી સાથે સંપર્ક તોડી નાંખ્યો હતો.
જે બાદ તેણીએ તેની આપવીતી પરિવારને જણાવતાં પરિવારની નીચેથી જમીન શરકી ગઈ હતી. બાદમાં પરિવારજનો પ્ર. નગર પોલીસ મથકે દોડી ગયાં હતા. પ્ર. નગર પોલીસ મથકના પીઆઈ ભાર્ગવ ઝનકાંતે પરિવારની અને યુવતીની વ્યથા સાંભળી આરોપી વિરુદ્ધ દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી એસીપી રાધિકા ભરાઈએ તપાસ હાથ ધરી હતી. આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતાં.