વિવિધ વિસ્તારોમાં વેરો ન ભરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ:
રૂા. 30 લાખથી વધુની રિકવરી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આનંદ પટેલની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ 2023-24ની રિકવરી ઝુંબેશ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં રિકવરી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં 33 મિલ્કતો સીલ, 15 મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ, 1 નળ કનેક્શન ક્પાત અને રૂા. 30.04 લાખની રિકવરી કરવામાં આવી હતી.
- Advertisement -
વોર્ડ નં. 1માં 150 ફૂટ રીગ રોડ પર આવેલ મોર્નિગ સ્ટાર 1 યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 1.50 લાખ, શાસ્ત્રીનગર મેંઇન રોડ પર આવેલ 1યુનિટની નોટિસ સામે રિકવરી રૂા. 51,958, 150 ફૂટ રીગ રોડ પર આવેલ 1 યુનિટની નોટિસ સામે રિકવરી રૂા. 59,550, વોર્ડ નં. 3માં લોહાણાપરા મેઇન રોડ પર આવેલ ભોલે આર્કેડમાં પાંચ દુકાનો સીલ અને ફર્સ્ટ ફ્લોર શોપ નં. 109, 110, 111, 104ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 3.89 લાખ વસુલાયા હતા તેમજ વોર્ડ નં. 4માં રોહિદાસ પરા મેંઇન રોડ પર આવેલ 1 નળ કનેક્શન કપાત, વોર્ડ નં. 5માં નવાગામ રોડ પર આવેલ એક્ષ.વાય.ઝેડ.કોમ્પ્લેક્ષ ફર્સ્ટ ફ્લોર શોપ નં. 3ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 56,755, પેડક રોડ પર આવેલ મીરા પાર્ક શોપ નં.16ની નોટિસ સામે રિકવરી રૂા. 30,500, વોર્ડ નં. 6માં સંત કબીર રોડ પર આવેલ મેહુલ પ્રિન્ટરના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 31,380, શક્તિ સોસાયટીમાં રાધિકા કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-4 ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 45,000, સંત કબીર રોડ પર આવેલ ભોલેનાથ કોમ્પ્લેક્ષ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-3 ને નોટિસ, વોર્ડ નં. 7માં લાખાજીરાજ રોડ પર આવેલ તજ્વાલા માર્કેટગ્રાઉન્ડ શોપ નં. 28ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 2.11 લાખની રિકવરી કરવામાં આવી હતી. આ ઉપરાંત વોર્ડ નં. 12, 13, 15, 18માં રિકવરી ઝુંબેશ હાથ ધરાઈ હતી અને કુલ 3,80,385 મિલ્કત ધારકોએ 332.17 કરોડ વેરો ભર્યો છે તેવું મનપા તંત્રની યાદીમાં જણાવ્યું હતું.
આ કામગીરી મેનેજર વત્સલ પટેલ, નિરજ વ્યાસ, સિદ્ધાર્થ પંડયા, ફાલ્ગુનીબેન કલ્યાણી, નિલેશ કાનાણી તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરો દ્વારા આસી.કમિશનર સમીર ધડુકના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.