15 વોર્ડમાંથી 22 મિલકત સીલ, 15 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ અને રૂા.55.99 લાખની રિકવરી કરાઈ
ખાસ-ખબર સંવાદદાતા
વેરા વસુલાત શાખા દ્વારા આજરોજ વોર્ડ નં. 3માં જામનગર રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂા. 50,000, વોર્ડ નં-4માં મોરબી રોડ પર આવેલ 1 નળ કનેક્શન ક્પાત કરતાં રિકવરી રૂા. 35,000, વોર્ડ નં. 5માં કુવાડવા રોડ મેઇન રોડ જનતા હોટેલ સીલ, વોર્ડ નં. 6માં ભાવનગર રોડ પર આવેલ 1 યુનિટને સીલ કરેલ, ભાવનગર રોડ પર આવેલ 1-યુનિટને નોટીસ આપેલ, માંડા દુર્ગા પર આવેલ 1 યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 2.28 લાખ, વોર્ડ નં-7માં યાજ્ઞિક રોડ પર આવેલ ‘કુબેર કોમ્પ્લેક્ષ’ ઓફીસ નં-1 સીલ, યાજ્ઞિક રોડ પર આવેલ ‘કુબેર કોમ્પ્લેક્ષ’ ઓફીસ નં-7ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા ચેક આપ્યો અને સ્વગત કોમ્પ્લેક્ષમાં 1-યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 2.63 લાખ, વિવકાનંદ રોડ પર આવેલી 2-યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 50,600, પ્રહલાદ પ્લોટમાં 1 નળ કનેક્શન ક્પાત કરતા રિક્વરી રૂા.54,235, વોર્ડ નં-9માં માધવ દર્શન એપાર્ટમેન્ટમાં આવેલ 1 નળ કનેક્શન ક્પાત કરતા રિકવરી રૂા. 35,390, જાગૃતી ડીપ એવેન્યુમાં આવેલ 3 નળ કનેક્શન ક્પાત કરતા રિકવરી રૂા.3.07 લાખ, વોર્ડ નં-10માં તુલસી ફ્લાવર પાસે આવેલ 1 યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 1.71 લાખ, વોર્ડ નં-11માં ગિરીરાજ એપાર્ટમેન્ટમાં 1-યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 4.18 લાખ, કાલાવાડ રોડ પર આવેલ 1 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 1.31 લાખ, વોર્ડ નં-12માં 150 ફુટ રીંગ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.25 લાખ, ગોંડલ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 1.41 લાખ, ગોકુલ નગરમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 78,520/-ની રિકવરી કરવામાં આવી છે. આમ શહેરના કુલ 15 વોર્ડમાં વેરા વસુલાત શાખાની ટીમ ત્રાટકી હતી અને વેરો ન ભરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.