દુષ્કર્મની ફરિયાદ બાદ પીડિતાએ ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
મૂળી પંથકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અને ખેત મજૂરી કામ અર્થે આવેલા પરિવારની દીકરી સાથે એક નરાધમે દુષ્કર્મ આચર્યું હતું જેને લઇ પીડિતાને ગર્ભ પણ રહી ગયો હતો ગત એકાદ મહિના પૂર્વે આ પીડિતાને પેટમાં દુખાવો શરૂ થતાં સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતા દીકરીના પેટમાં બાળક હોવાનું સામે આવ્યું હતું જેથી મૂળી પોલીસ દ્વારા દીકરી અને તેના પરિવારના સભ્યોના નિવેદનના આધારે મૂળ બાવળાના વાતની અને હાલ ખાખરાળા ખાતે રહેતા કુલદીપ રયભણભાઈ સોલંકી વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી આ તરફ ઘટનાના એકાદ મહિના બાદ ગઈ કાલે અચાનક પીડિતા કોઈને ખ્ય વગર ઘરેથી નીકળી જઈ વાડી વિસ્તારમાં જઈ ઝેરી દવા પી લીધી હતી અને પીડિતાનું મોત નીપજ્યું હતું જ્યારે પરિવારજનોને આ બાબતની જાણ થતાં પીડિતાને તાત્કાલિક હોસ્પીટલ ખસેડી હતી પરંતુ તબીબની ટીમે પીડિતાને મૃત જાહેર કરતા પીએમ અર્થે મૃતદેહ ખસેડવામાં આવ્યો હતો ત્યારે પોલીસને પીડિતાના મોતની વિગત મળતા જ હવે આત્મહત્યાનું કારણ જાણવા અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



