ચરખી તથા કોલસાનો જથ્થા સહિત 6.25 લાખના મુદ્દામાલ સાથે ત્રણ ઝડપાયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
સુરેન્દ્રનગર જિલ્લો ગેરકાયદેસર કોલસા ખનનનું હબ બની રહ્યું છે અહી સરકારી જમીનમાંથી ગેરકાયદેસર કોલસા કાઢવાની પ્રક્રિયા છેલ્લા ત્રણ દાયકાથી ચાલી રહી છે પરંતુ હજુસુધી એક પણ તંત્રના અધિકારી સદંતર કોલસાના ખનનને બંધ કરાવી શક્યા નથી તેવામાં થાનગઢ પંથકમાં ચાલતા ગેરકાયદેસર કોલસાના ખનનમાં વધુ એક દરોડો કરી લાખ્ખોની મુદ્દામાલ જપ્ત કરાયો છે.
- Advertisement -
પ્રાપ્ત વિગતો અનુસાર થાનગઢ તાલુકાના રૂપાવટી ગામે ગૌચર જમીન પર ચાલતા ગેરકાયદેસર કોલસાના ખનન પર જિલ્લા ખાણ ખનિજ વિભાગની ટીમ દ્વારા ગત રાત્રે દરોડો કરવામાં આવ્યો હતો. ગૌચર જમીનમાં ગેરકાયદેસર ચાલતા કોલસાના કૂવામાં કામ કરતા મજૂરો સહિત કુલ ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા જ્યારે અન્ય બે શખ્સો નાશી છૂટ્યો હતા. ખમ ખનીજની ટીમ દ્વારા દરોડા દરમિયાન ચરખી તથા કાર્બોસેલના જથ્થા સહિત કુલ 6.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરી થાનગઢ પોલીસ મથકે દરોડા દરમિયાન ઝડપાયેલ તુષાર વિનોદભાઇ મકવાણા, સુનીલ હીરાભાઈ ધોળકિયા, કારણ કાનાભાઈ ધારજીયા સહિત નાશી છુટેલ જનક ધીરુભાઈ ધરજીયા તથા રઘાભાઈ ભરવાડ વિરૂદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.