ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
જુનાગઢ જિલ્લાના કેશોદની વાછાણી મહિલા આર્ટ્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ તથા ક્ધયા વિદ્યાલય ખાતે દિવ્યાંગો સંચાલિત મોડેલ મતદાન મથકમાં મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા. અત્રે દિવ્યાંગો, મહિલાઓ, યુવાનો, વૃધ્ધોએ મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
- Advertisement -
ચાલી ન શકતા વૃદ્ધો માટે ચૂંટણીતંત્ર દ્વારા કરી વ્હીલચેરની વ્યવસ્થા કરાઈ હતી. તેમાં બેસીને ચાલી ન શકનારા વૃદ્ધજનોએ મતદાન કરીને અન્ય મતદારોનો ઉત્સાહ વધાર્યો હતો અને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી.