વિદેશી દારૂની બોટલ નંગ 39 તથા 9 નંગ બિયર જપ્ત કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
થાનગઢ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે થાનગઢ શહેરના બોડીધાર વિસ્તારના રહેણાક મકાનમા વિદેશી દારૂની વેચાણ થતું હોવાની બાતમીના આધારે દરોડો કરી વિદેશી દારૂના ચપલા નંગ 39 કિંમત 5850/- રૂપિયા તથા 9 નંગ બિયર કિંમત 4500/- રૂપિયાની એમ કુલ મળી 10350/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી હાજર નહિ મળી આવેલ ફારુક અલ્લરખાભાઈ ભટ્ટી વિરૂદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.