ખાસ-ખબર સંવાદદાતા
ટ્રકમાં પુઠાના સ્ક્રેપની આડમાં વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ભરેલ હોય અને એ ટ્રક મહારાષ્ટ્રથી કચ્છ તરફ જઈ રહ્યો હોય મોરબી એલસીબી ટીમે અણીયારી ટોલનાકા પાસેથી આ ટ્રકને ઝડપી લીધો હતો જેમાંથી રૂ.13.82 લાખનો વિદેશી દારૂ અને બિયરના જથ્થો મળી આવતા પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી બે શખ્સોની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે, અમદાવાદ તરફથી એમએચ-04-જીસી-1724 નંબરનો એક ટાટા ટ્રક માળીયા માળીયા મિંયાણા તરફ આવનાર છે જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે જે બાતમીને આધારે અણીયારી ટોલનાકા પાસે એલસીબી ટીમે વોચ ગોઠવી હતી અને બાતમીવાળો ટ્રક નીકળતા તેને અટકાવાયો હતો જે ટ્રકની તલાશી લેવામાં આવતા તેમાંથી પૂંઠાના સ્ક્રેપની આડમાં ભરેલી રૂ. 9,50,400 ની કિંમતની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 7200 બોટલો અને રૂ. 4,32,500 ની કિંમતના કીંગ ફિશર સ્ટ્રોંગ પ્રિમીયમ બીયરના 4320 ટીન મળી કુલ રૂ. 13,82,400 ની કિંમતનો દારૂ બીયરનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારુ બીયરના જથ્થા સહિત રોકડા રૂપિયા 6630/- અને પાંચ લાખની કિંમતનો ટાટા ટ્રક મળી કુલ રૂ. 18,99,030 નો મુદ્દામાલ જપ્ત કરીને આરોપી જીજ્ઞેશ પ્રવિણભાઈ પટેલ (ઉં.વ. 34, રહે. હાલ બોયસર, પામ તા. જી. પાલઘર, મહારાષ્ટ્ર) અને પોપટ ઉર્ફે રમેશ બાબુભાઇ નળમળ જાતે રાવળદેવ (ઉં.વ. 28, રહે. હાલ સુઈગામ, જી. બનાસકાંઠા) ની ધરપકડ કરી હતી જ્યારે ટાટા ટ્રકમાં માલ ભરાવી આપનાર રમેશભાઇ (રહે. વાપી) અને ટ્રક માલીક સામે ગુનો નોંધીને બંને શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
અણિયારી પાસેથી પૂંઠાના સ્ક્રેપની આડમાં લઈ જવાતો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો
