વિદેશી દારૂની 3682 તથા બિયર ટીન 2428 નંગ પર રોડ રોલર ફરી વળ્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.9
ધ્રાંગધ્રા તાલુકાના જુદા જુદા વિસ્તારોમાંથી ઝડપી પાડેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ધ્રાંગધ્રા તાલુકાના કુલ 20 કેસોમાં જપ્ત કરેલ વિદેશી દારૂન જથ્થાને નાશ કરવા માટે તાલુકા ઈનચાર્જ પીઆઇ એમ.બી. વિરજા દ્વારા પ્રાંત અધિકારી પાસે મંજૂરી માંગશ હતી જે મંજૂરીના આધારે વિદેશી દારૂની 3682 બોટલ તથા બિયર ટીન 2428 નંગ એમ કુલ 6110 નંગ વિદેશી દારૂ કિંમત 17,20 લાખ રૂપિયાના વિદેશી દારૂના જથ્થાને શહેરી વિસ્તારથી દૂર બાલા હનુમાનજી મંદિર પાસે જંગલ નજીક લઈ જઈ નાશ કરવામાં આવ્યો હતો. આ તકે પ્રાંત અધિકારી હર્ષદીપભાઈ આચાર્ય, ડીવાયએસપી જે.ડી.પુરોહિત, ઈનચાર્જ પીઆઇ એમ.બી. વીરજા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.



