LCBની ટીમે કાર સહિત રૂપિયા 9.51 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.9
સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના ટીમ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે ધ્રાંગધ્રા હાઈવે પર કલ્પના ચોકડી નજીકથી કારમાં વિદેશી દારૂ લઈ જવાતો હોવાની બાતમીને આધારે એલ.સી.બી પીઆઇ જે.જે.જાડેજા, સહાયભાઈ પાઠક, દશરથભાઈ રબારી, પ્રતાપસિંહ રાઠોડ સહિતના સ્ટાફે કલ્પના ચોકડી પાસે વોચ ગોઠવી ઊભા હોય જે દરમિયાન એક ક્રેટા કાર જીજે 08 ડી એલ 3438 નંબરની નીકળતા તેને અટકાવવા પ્રયત્ન કરતા કાર ચાલકે ભગાડી મૂકી એલ.સી.બી સ્ટાફે કારનો પીછો કરી થોડે દૂર કારને ઝડપી લેતા કાર ચાલક નાશી ગયો હતો જ્યારે કારની અંદર તપાસ કરતા જુદાજુદા બ્રાન્ચના વિદેશી દારૂની 408 બોટલ તથા બિયર ટીન 432 નંગ કિંમત 4,51,440 રૂપિયાની મળી આવી હતી જ્યારે કાર કિંમત પાચ લાખ એમ કુલ 9,51,440 રૂપિયાનો મુદામાલ ઝડપી લઇ નાશી ગયેલ કાર ચાલક વિરુધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.