SMC ટીમ દ્વારા વિદેશી દારૂ તથા ટ્રક સહિત 33 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ છેલ્લા કેટલાક મહિનાથી સુરેન્દ્રનગર જિલ્લાના એક બાદ એક તાલુકાના ધમરોળી રહ્યું છે જેમાં વારંવાર વિદેશી દારૂની રેઇડ કરી સ્થાનિક પોલીસની નાક કાપી રહી હોય તેવું અહી દૃશ્યમાન થાય રહ્યું છે તેવામાં ફરી એક વખત ચોટીલા હાઇવે પરથી ટ્રકમાં કેમિકલની આડમાં ભરેલા વિદેશી દારૂનો જથ્થા સાથે એક ઇસમને ઝડપી લીધો હતો.
- Advertisement -
પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીનગર એસ.એમ.સીની ટીમ ચોટીલા હાઇવે તરફ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે ચોટીલા હાઇવે પર સાંગાણી ગામના બોર્ડ નજીક આવેલી એક હોટલમાં કમ્પાઉન્ડમાં પડેલી ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સ્ટાફ દ્વારા જીજે 01 સી એક્સ 1126 નબર વાળા ટ્રકને તાત્કાલિક ઝડપી લઇ તપાસ કરતા અંદરથી જુદા જુદા બ્રાન્ડના વિદેશી દારૂની બોટલ નંગ 3536 કિંમત 22,36,561/- રૂપિયાની મળી આવી હતી આ સાથે ટ્રક ચાલક અર્જુનદાસ આદુદાસ મથુરાદાસ સાદ રહે: બાડમેર (રાજસ્થાન) વાળાને ઝડપી પાડી તેની પાસેથી એક મોબાઇલ કિંમત 5000/- રૂપિયા, ટ્રકમાં ભરેલ 5000 લીટર ઍસિડ કિંમત 60000/- રૂપિયા તથા ટ્રક કિંમત 10 લાખ રૂપિયા સહિત કુલ 3301561/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલક સહિત ચેતનસિંગ શિવસિંગ રાજપૂત તથા ગણેશ બિશનોઈ સહિત ત્રણ વિરૂદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.