વિદેશી દારૂ અને બિયર ટીન 380 નંગ કિંમત 38 હજારનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
ચોટીલા પોલીસ મથકના સ્ટાફ દ્વારા પેટ્રોલીંગમાં હોય તેવા સમયે ડાકવડલા ગામે નદીના કિનારે વિદેશી દારૂનો જથ્થો છુપાવેલ હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસે દરોડો કરી વિદેશી દારૂના ચપલા 290 નંગ તથા બિયર 90 ટીન કુલ કિંમત 38000 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી શિવકુભાઈ રાજાભાઈ વિકમા રહે: ડાકવડલા વાળા વિરુધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.