જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના ટીમે દરોડો કરી બે લાખથી વધુનો દારૂ ઝડપી લીધો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.7
સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના ટીમ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે સાયલા તાલુકાના ગરંભડી ગામે રાજુભાઈ વિભાભાઈ સરવૈયાના રહેણાક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવેલ રાખ્યો હોવાની બાતમીને આધારે દરોડો કરતા રહેણાક મકાનમાંથી વિદેશી દારૂની બોટલ 1570 નંગ કિંમત 8,41 લાખ રૂપિયા તથા બિયર ટીન 864 નંગ કિંમત 2,08,080 રૂપિયા એમ કુલ મળી 10,49,080 રૂપિયાનો મુદામાલ ઝડપી હાજર નહિ મળી આવેલ રામજીભાઈ વુભાભાઈ સરવૈયા વિરુધ ધજાળા પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -
સાયલાના સિતાગઢ ગામે વિદેશી દારૂના કટિંગ સમયે સ્થાનિક પોલીસનો દરોડો
વિદેશી દારૂ તથા બિયરના જથ્થા સહિત કુલ 14 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
સાયલા સ્થાનિક પોલીસ દ્વારા વધુ એક વખત સીતાગઢ ગામ નજીક વિદેશી દારૂના કટીંગ સમયે દરોડો કરી લાખ્ખો રૂપિયાનો મુદામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં સાયલા પોલીસ મથકના સ્ટાફને સીતાગઢ ગામ નજીક વિદેશી દારૂના કટીંગ અંગેની બાતમી મળતા પીએસઆઇ ડી.ડી.ચુડાસમા સહિતનો સ્ટાફ સીતાવધ ગામઠી બે કિલોમીટર દૂર ધારડુંગરી ગામ તરફ જવાના રસ્તે વિદેશી દારૂના કટીંગ પર દરોડો કરતા નાસભાગ મચી ગઇ હતી છતાં સ્થાનિક પોલીસ દ્વારા 1056 બોટલ વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો કિંમત 3,82,080 રૂપિયા તથા એક ક્રેટા કાર કિંમત દશ લાખ રૂપિયા સાથે કાર ચાલક ડુંગરપુરી ઉર્ફે સોનુ ઉર્ફે સુંદર રાવતપુરી ઓખપુરી ગૌસ્વામી અને ભરત ઉર્ફે ભૂરો ભનુભાઈ મદરાણીયાંને ઝડપી તેની પાસેથી કાર કિંમત રૂપિયા દશ લાખ તથા એક મોબાઇલ કિંમત 20 હજાર એમ કુલ 14,02,080 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી નાશી ગયેલ વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર બાબભાઈ અનકભાઈ તકમરીયા, રસિક ભગાભાઈ બોહકીયા તથા વિકાસ બિજલારામ દેવાસી દેસાઈ સહિત પાંચ વિરુધ સાયલા પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.