ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.13
સુરેન્દ્રનગર જીલ્લા એલ.સી.બી નો સ્ટાફ ચોટીલા નજીક પેટ્રોલીંગમાં હોય તેવા સમયે ધોરેઇ ગામે રહેતા નિલેશ નાથુભાઈ સાગઠીયાના રહેણાક મકાનમાં વિદેશી દારૂ છુપાયેલ હોવાની બાતમીના આધારે દરોડો કરી 180 બોટલ વિદેશી દારૂ કિંમત 1,00,800/- રૂપિયાનો જપ્ત કરી હજાર નહિ મળી આવેલ નિલેશ નાથુભાઈ સાગઠીયા વિરૂદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
ચોટીલાના ધારેઇ ગામે મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
