શખ્સ કોલસાની આડમાં વિદેશી દારૂનો જથ્થાની ખેપ મારતો હતો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.14
લીમડી નાયબ પોલીસ અધિક્ષક વી.એમ.રબારીની ટીમ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે ચૂડા રોડ પર માલવાહક વાહનમાં વિદેશી દારૂની હેરફેર થતી હોવાની બાતમીના આધારે પોલીસ સ્ટાફ વિચ ગોઠવી ઊભા હોય તેવા સમયે એક છોટા હાથી જીજે 13 બી વાય 0633 નંબર વાળા માલવાહકને ઉભુ રાખવી અંદર તપાસ કરતા પાછળની સાઈડમાં કોલસા ભરેલ હોય જે દૂર કરી અંદર તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં કોલસાના કોથલાની આડમાં વિદેશી દારૂની 1989 નંગ બોટલ કિંમત 402382/- રૂપિયાનો જપ્ત કરાયો હતો જ્યારે વાહન ચાલક વિપુલ રૂપાભાઈ ચોસલા રહે: લીમડી વાળાને ઝડપી પડી પ્રાથમિક પૂછપરછ કરતાં વિદેશી દારૂ મંગાવનાર કમાલપુર ગામના દેવુભા ઝાલા તથા ચૂડાના નરેશભાઈ શ્રીમાળી તથા વિદેશી દારૂ આપનાર નાગરાજ હોટેલના માલિક અમરશીભાઈ મુન્નાભાઈ રાઠોડ રહે: પાણશીણા વાળા હોવાનું જણાવતા પોલીસે વાહન ચાલક પાસેથી બે મોબાઇલ કિંમત દશ હજાર રૂપિયા, કોલસા ભરેલા દશ કોથળા કિંમત 500/- રૂપિયા, છોટા હાથી કિંમત ત્રણ લાખ રૂપિયા તથા રોકડા 1070/- રૂપિયા સહિત કુલ 713952/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરૂદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



