વિદેશી દારૂની 92 બોટલ તથા કાર સહિત 5.97 લાખનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ રાત્રિ સમયે પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન સોલડી ગામ નજીકથી એક કર્મ વિદેશી દારૂ લઈ જવાતો હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસ મથકના ઈનચાર્જ પીએસઆઇ એમ.બી. વિરજા, નરેશભાઈ ભોજિયા, વીરપલસિંહ ઝાલા, બ્રિજરાજસિંહ સહિતનાઓ દ્વારા વિચ ગોઠવી હતી જે દરમિયાન સોલડી ગામના હોવી પરથી એક કાર જીજે 13 સી ઈ 1254 નંબરની નીકળતા તેને અટકાવી કારમાં તપાસ કરતા અંદરથી વિદેશી દારૂની 92 બોટલ કિંમત 97900 રૂપિયાની તથા એક કાર કિંમત પાચ લાખ એમ કુલ મળી 5,97,900 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી કાર ચાલક પરાક્રમસિંહ જોરૂભા ઝાલા રહે: જીવા વાળાને ઝડપી લઇ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.