ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા તેમજ પોલીસ અધિક્ષક રવિતેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ક્રાઇમ બ્રાંચે શહેરનાં પંચેશ્ર્વર વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર રેડ કરતા દેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પંચેશ્ર્વર વાડીયા વિસ્તારમાં રહેતો પ્રોહી. બુટલેગર ઉપકા વેજા કોડીયાતર પોતાના રહેણાક મકાનની પાછળના ભાગે આવેલ વોકળામાં ગેરકાયદેસર રીતે દેશી પીવાનો દારૂ ગાળવાની પ્રવૃત્તી કરે છે. તેવી હકીકત મળતા રેડ કરવામાં આવી હતી અને ઝડપાયેલ ઇસમના રહેણાંક મકાનના પાછળના ભાગે આવેલ કાળવાના વોકળાના કાંઠે જાહેરમાં દેશી પીવાનો દારૂ બનાવવાનો આથો ભરેલ પ્લાસ્ટીક તથા પતરાના બેરલ નંગ.40 જેમાં આથો લીટર 7600 જેની બેરલ સહીત કિંમત રૂા.19200 તથા પ્લાસ્ટીકના કેન નંગ.4 તથા પ્લાસ્ટીકના બુંગીયા નંગ.9 જેમાં દેશી પીવાનો દારૂ 85 લીટર અને કેન સહિત કિંમત રૂા.1900 મળી કુલ મુદ્દામાલ રૂા.21100 દેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો ત્યારે ઉકાવેજા કોડીયાતર સ્થળ પર હાજર મળી આવેલ ન હતો તેને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે. જયારે ઝડપાયેલ દારૂના જથ્થ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જૂનાગઢ પંચેશ્વર વિસ્તારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો
